Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 64:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એમ તેઓ ઠોકર ખાશે. તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેમની જીભના શબ્દો તેમના પતનનું કારણ બનશે, તેમને જોનારા ઠઠ્ઠાપૂર્વક પોતાનાં મસ્તકો હલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે. અને તેઓ ઠોકર ખાશે; જે કોઇ તેઓને જોશે તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 64:8
19 Iomraidhean Croise  

તારું પોતાનું જ મોં તને દોષપાત્ર ઠરાવે છે, અને હું [ઠરાવતો] નથી; હા, તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.


મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.


વીજળી ચમકાવીને તેઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓનો નાશ કરો;


જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં મરડીને અને માથું ધુણાવીને કહે છે,


મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે] , અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે.


વળી ન્યાયીઓ તે જોશે અને બીશે, અને તેને હસી કાઢીને [કહેશે કે,]


તેઓના મુખના પાપને લીધે, તેઓના હોઠોના શબ્દોને લીધે, અને તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના ગર્વમાં ફસાઈ પડવા દો.


જ્યારે મારા શત્રુઓ પાછા હઠે છે, ત્યારે તમારી સમક્ષ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.


દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાંદો છે; પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.


મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે, અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.


અને તેમનો દેશ વિસ્મય તથા નિરંતર ફિટકાર ઉપજાવે એવો થાય; જે કોઈ તેની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને પોતાનું માથું હલાવશે.


તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે ચોરોમાંથી મળી આવ્યો હતો? કેમ કે જ્યારે જ્યારે તું તેને વિષે બોલે છે, ત્યારે ત્યારે તું ડોકું હલાવે છે.


ત્યારે જેઓ તને જોશે, તેઓ સર્વ તારી પાસેથી નાસી જશે, ને કહેશે, નિનવેને ઉજ્‍જડ કરી મૂકવામાં આવ્યું છે. તેને માટે કોણ વિલાપ કરશે? તારે માટે દિલાસો દેનારાઓને હું ક્યાંથી શોધી લાવું? ”


અને જે સર્વ ઇઝરાયલ તેઓની આસપાસ ઊભા હતા તે તેઓની ચીસ સાંભળીને નાઠા; કેમ કે તેઓએ કહ્યું, “રખેને પૃથ્વી અમને પણ ગળી જાય.”


તેઓ તેમને કહે છે, “તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે; અને એવા બીજા ખેડૂતો કે જેઓ ૠતુએ તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે.”


તેણે તેને કહ્યું, ‘ઓ ભૂંડા‍ ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું, એમ તું જાણતો હતો,


અને તેની વેદનાની ધાકને લીધે દૂર ઊભા રહીને કહેશે, ‘અરેરે! અરેરે! મહાન બાબિલોન નગર, બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે!”


પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, “ઓ મારા લોકો, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.


Lean sinn:

Sanasan


Sanasan