Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 63:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પણ જેઓ મારો જીવ લેવા ચાહે છે તેઓ નાશ પામશે; તેઓ ધરતીનાં ઊંડાણોમાં ઊતરી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે, તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 63:9
20 Iomraidhean Croise  

તેઓ બધાને ધૂળમાં દાટી દે; અને શેઓલમાં તેઓનાં મુખ ઢાંકી દે.


તમે મારી ચાલવાની જગા ખુલ્લી કરી છે, જેથી મારા પગ સરકી ગયા નથી.


મારા નુકસાનમાં હર્ષ પામનારા સર્વ ફજેત થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ અહંકાર કરનારાઓની લાજ નષ્ટ થાઓ, તથા તેઓ અપમાન પામો.


જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઈને આબરૂહીન થાઓ; જેઓ મારું નુકસાન તાકે છે તેઓ પાછા હઠો અને વીલા પડો.


જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે; અને જેઓ મને ઉપદ્રવ કરવા મથે છે તેઓ હાનિકારક વાતો બોલે છે, અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.


જેઓ મારા આત્માનો નાશ કરવાને મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો; અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે તેઓ પાછા હઠો અને આબરૂહીન થાઓ.


તેમના પર મોત એકાએક આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો; કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.


પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.


જેઓ મારો જીવ લેવા મથે છે, તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઇચ્છે છે, તેઓ પાછા ફરીને અપમાન પામો.


કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે.


દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.


પોતાના પ્રીતમ પર ટેકીને રાનમાંથી આ કોણ આવે છે? મેં તને સફરજનવૃક્ષ તળે જગાડી; ત્યાં તારી મા તને જન્મ આપતાં કષ્ટાતી હતી, ત્યાં તારી જનેતાને પ્રસવવેદના થતી હતી.


તે છતાં તું શેઓલ સુધી, ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે.


પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, ને જેઓ ઘોરના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વિષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તો તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે; તું ખુંદાયેલા મુડદા જેવો જ છે.


ઊંડાણમાં શેઓલ તારે લીધે, તારા આવતામાં જ, તને મળવાને આતુર થઈ રહ્યું છે! તે તારે લીધે મૂએલાના આત્માઓને, પૃથ્વીના સર્વ સરદારોને જાગૃત કરે છે; તેણે વિદેશીઓના સર્વ રાજાઓને તેમનાં રાજ્યાસનો પરથી ઉઠાડયા છે


જે સેવા તથા પ્રેરિતપદમાંથી યહૂદા પતિત થઈને પોતાને ઠેકાણે ગયો, તેની જગા પૂરવાને આ બેમાંથી કોને તમે પસંદ કર્યો છે તે અમને બતાવો.”


જો કે આપની પાછળ પડવાને તથા આપનો જીવ લેવાને માણસ ઊઠ્યો હશે, તોપણ મારા મુરબ્બીનો જીવ આપના ઈશ્વર યહોવા સાથે જીવનભંડારમાં બાંધી રાખશે; પણ આપના શત્રુઓનઅ જીવને તો જેમ ગોફણના ચાડામાંથી [પથ્થર] ફેંકી દે, તેમ તે ફેંકી દેશે.


વળી યહોવા તારી સાથે ઇઝરાયલને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે. અને કાલે તું તથા તારા દિકરા મારી સાથે હશો. યહોવા ઇઝરાયલના સૈન્યને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે.”


Lean sinn:

Sanasan


Sanasan