Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 63:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે; મારા હોઠો તમારી સ્તુતિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તમારો પ્રેમ જીવન કરતાં ઉત્તમ છે. તેથી મારા હોઠો તમારું સ્તવન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 63:3
19 Iomraidhean Croise  

કેમ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તમારી હજૂરમાં તેને આનંદ પમાડો છો.


જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ.


કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.


કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.


ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે મારો આત્મા તલપે છે. હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?


હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.


મારે મુખે મેં તેમને અરજ કરી, અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.


આગળ ગાયકો ચાલતાં હતા, પછવાડે વાજાં વગાડનારા ચાલતા હતા. અને તેઓની વચમાં ડફ વગાડનારી કન્યાઓ ચાલતી હતી.


હે યહોવા, મને ઉત્તર આપો; કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; તમારા પુષ્કળ વાત્સલ્ય પ્રમાણે મારી તરફ ફરો.


સન્માન તથા મહિમા તેમની સમક્ષ છે; સામર્થ્ય તથા શોભા તેમના પવિત્રસ્થાનમાં છે.


અને મૂસાએ કહ્યું, “કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો.”


તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો. તેમને વિનંતી કરો કે, ‘“સર્વ પાપ નિવારણ કરો, અને જે સારું છે તેનો અંગીકાર કરો.’ એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.


કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો.


કેમ કે આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું: [દેહમાંથી] નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે ઘણે દરજ્જે વધારે સારું છે.


માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.


વહાલાંઓ, હાલ આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જયારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવાં આપણે થઈશું. કેમ કે જેવા તે છે તેવા આપણે તેમને જોઈશું.


Lean sinn:

Sanasan


Sanasan