Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 62:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારું તારણ [છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; તે જ મને ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે. મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું, કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 62:1
26 Iomraidhean Croise  

વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી;


યદૂથૂનના પુત્રો:ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ તથા માતિથ્યા એ છ; તેઓ પોતાના પિતા યદૂથૂન કે, જે વીણા વડે આભાર માનતો તથા યહોવાની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાત નીચે હતા.


જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.


જુઓ, જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ, અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ [તાકેલી રહે છે]. તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.


તમારા સત્‍યમાં મને ચલાવો, અને તે મને શીખવો; કેમ કે તમે મારા તારણના ઈશ્વર છો; હું આખો દિવસ તમારી રાહ જોઉં છું.


યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.


આપણા આત્માએ યહોવાની રાહ જોઈ છે; તે આપણા સહાયકારી તથા આપણી ઢાલ છે.


પણ યહોવા ન્યાયીઓનું તારણ કરે છે; સંકટને સમયે તે તેઓનો કિલ્લો છે.


યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.


મેં કહ્યું, “હું મારા માર્ગોને સંભાળીશ કે, હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”


મેં ધીરજથી યહોવાની રાહ જોઈ; અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી.


તે જ મારા ખડક તથા તારણ છે; તે મારા ગઢ છે; હું કદી ઉથલાઈ જવાનો નથી.


હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; તમારી આગળ માનતા પૂરી કરવામાં આવશે.


હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ; મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ, અને તે મને કાન ધરશે.


જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”


તે માટે યહોવા તમારા પર દયા કરવાની રાહ જોશે, ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે; કેમ કે યહોવા ન્યાયીના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


ડુંગરો પરની તથા પર્વતો પરની ધામધૂમથી [જે તારણની આશા રાખીએ છીએ] તે ખરેખર વ્યર્થ જ છે; ખરેખર અમારા ઈશ્વર યહોવામાં જ ઇઝરાયલનું તારણ છે.


જેઓ તેમની વાટ જુએ છે, ને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલા છે.


પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુ:ખ તથા સુખ બન્‍ને નીકળે કે નહિ?


એ માટે, ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે, અને પહેલો તથા છેલ્‍લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan