Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 60:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે: “હું હરખાઈશ; હું શખેમને વહેંચી દઈશ, ને સુક્કોથનું નીચાણ વહેંચી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વરે પોતાના પવિત્રસ્થાનમાંથી આ વચન આપ્યું છે: “હું વિજયના આનંદ સાથે શખેમના પ્રદેશના ભાગ પાડીશ, અને સુક્કોથનો ખીણપ્રદેશ મારા લોકોમાં વહેંચી આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વર પોતાની પવિત્રસ્થાનમાંથી બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું, “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ; અને સુક્કોથની ખીણ મારા લોકમાં વહેંચીશ, ત્યારે હું ખૂબ ખુશ થઇશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 60:6
21 Iomraidhean Croise  

અને ઇબ્રામ તે દેશમાં થઈને શખેમની સીમમાં મોરેના એલોન ઝાડ સુધી ગયો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.


તો હવે તે કામ કરો; કેમ કે યહોવાએ દાઉદ વિષે કહ્યું છે, ‘મારા સેવક દાઉદને હાથે હું મારા ઇઝરાયલ લોકને પલિસ્તીઓના હાથમાંથી તથા તેઓના સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’


મોટી લૂંટ મેળવનારની જેમ તમારા વચનથી મને આનંદ થાય છે.


યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.


હું ઈશ્વર [ની મદદ] થી તેમના વચનની પ્રશંસા કરીશ; ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, તેથી હું બીવાનો નથી. મનુષ્યમાત્ર મને શું કરનાર છે?


ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે.


એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.


પ્રબોધકો વિષેની વાત. મારું હ્રદય મારામાં ફૂટેલું છે, મારાં સર્વ હાડકાં કંપે છે! યહોવાને લીધે તથા તેમનાં પવિત્ર વચનોને લીધે હું છાકટા માણસના જેવો તથા દ્રાક્ષારસને વશ થયેલા માણસના જેવો છું.


પ્રભુ યહોવાએ પોતાની પવિત્રતાની પ્રતિજ્ઞા લીધી છે, “તમારા પર એવા [આપત્તિના] દિવસો આવી પડશે કે જે સમયે તેઓ તમને કડીઓ નાખીને તથા તમારામાંની બાકી રહેલાઓને માછલી [પકડવાના] ગલ વળગાડીને ખેંચી જશે.


બળવાન તથા હિમ્મતવાન થા. કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે.


અને ખીણમાં બેથ-હારામ તથા બેથ-નિમ્રા તથા સુક્કોથ તથા સાફોન, એટલે હેશ્બોનના રાજા સિહોનના રાજ્યનો બાકી રહેલો ભાગ, યર્દન તથા તેનો કાંઠો, યર્દન પાર પૂર્વમાં કિન્‍નેરોથ સમુદ્રના છેડા સુધી.


અને મનાશ્શાની સીમા આશેરથી શખેમ સામેના મિખ્મથાથ સુધી ગઈ અને તે સીમા આગળ વધીને જમણે હાથે એન તાપ્પૂઆ સુધી ગઈ.


અને તેઓએ ગાલીલમાં નફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન), એમને અલગ કર્યાં.


યહોશુઆએ ઇઝરાયલનાં સર્વ કુળોને શખેમમાં એકઠાં કરીને ઇઝરાયલનાં વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને ને તેઓના ન્યાયાધીશોને ને તેઓના આગેવાનોને બોલાવ્યા. અને તેઓ ઈશ્વરની આગળ રજૂ થયા.


અને શખેમમાં જે ભૂમિનો કટકો યાકૂબે શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી સો રૂપિયે વેચાતો લીધો હતો તેમાં તેઓએ મિસરમાંથી ઇઝરાયલીઓએ લાવેલાં યૂસફનાં હાડકાં દાટ્યાં; અને તે યૂસફપુત્રોનો વારસો બન્યાં.


Lean sinn:

Sanasan


Sanasan