Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 60:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, જેથી તે સત્યને અર્થે ઊંચી કરાય. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમે તમારા ભક્તોને ભયસૂચક વજા દર્શાવી છે. જેથી તેઓ ધનુર્ધારીઓનાં બાણથી નાસી છૂટે. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 60:4
12 Iomraidhean Croise  

તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.


સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.


અને મૂસાએ એક વેદી બંધાવી, ને તેનું નામ યહોવા-નિસ્સી પાડયું.


તે મને ભોજન કરવાને ઘેર લાવ્યો, અને તેનો પ્રેમરૂપ ધ્વજ મારા પર હતો.


વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે, ને ઇઝરાયલના કાઢી મૂકેલાને એકત્ર કરશે, ને યહૂદિયાના વિખેરાઈ ગએલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.


ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો, હાથના ઈશારા કરો કે તેઓ અમીરોની ભાગળોમાં પેસે.


પ્રભુ યહોવા એવું કહે છે, “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ, અને લોકોની તરફ મારી ધ્વજા ઊભી કરીશ. તેઓ તારા દીકરાઓને ગોદમાં લઈને આવશે, અને તારી દીકરીઓને ખભે બેસાડીને લાવશે.


તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે, અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; અને જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.


તેઓ પશ્ચિમથી યહોવાના નામનો, ને સૂર્યોદયના સ્થળથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે બાંધી દીધેલી નદી, જેને યહોવાનો શ્વાસ હડસેલે છે, તેની જેમ ધસી આવશે.”


Lean sinn:

Sanasan


Sanasan