Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 60:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે, તથા પાયમાલ કરી નાખ્યા છે: તમે કોપાયમાન થયા છો; અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર, તમે અમારો ત્યાગ કર્યો છે, અને તમે અમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા છે. તમે અમારા પર કોપાયમાન થયા છો, અને અમારાથી વિમુખ થયા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે; તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે. હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો. મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 60:1
36 Iomraidhean Croise  

હદાદેઝેરે માણસ મોકલીને નદીની પેલી બાજુ રહેનારાં અરામીઓને તેડાવ્યા; અને તેઓ હદાદેઝેરના સેનાપતિ શોબાખની સરદારી નીચે હેલામમાં આવ્યા.


દાઉદ બાલ-પરાસીમમાં આવ્યો, ને ત્યાં દાઉદે તેઓને માર્યા. અને તેણે કહ્યું, “જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા શત્રુઓ પર ધસી ગયા છે. એ માટે તેણે તે ઠેકાણાનું નામ બાલ-પરાસીમ પાડ્યું.


તેણે અદોમમાં થાણાં બેસાડ્યાં. આખા અદોમમાં તેણે થાણાં બેસાડ્યાં, ને સર્વ અદોમીઓ દાઉદના તાબેદાર થયા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યામ યહોવાએ તેને ફતેહ પમાડી.


વળી રાહોબનો દીકરો તથા સોબાનો રાજા હદાદેઝેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે જતો હતો, ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો.


તેણે દશ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા. અને યુદ્ધ કરીને તેણે સેલા જીતી લીધું, ને તેનું નામ યોકતેલ પાડ્યું, તે આજ સુધી છે.


સોબાનો રાજા હદારએઝેર ફ્રાત નદી ઉપર પોતાનો જયસ્તંભ ઊભો કરવા માટે જતો હતો, તે વખતે દાઉદે તેને હમાથ આગળ હરાવ્યો.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


અમાસ્યાએ હિમ્મત રાખીને પોતાના સૈનિકોને મીઠાના મેદાન સુધી લઈ જઈને સેઈરના દશ હજાર માણસોનો સંહાર કર્યો.,


હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? હે ઈશ્વર, તમે અમારાં સૈન્યોની સાથે નીકળતા નથી.


પણ હવે તમે અમને દૂર કર્યા છે, તથા ફજેત કર્યા છે; અને અમારાં સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.


હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગારો.


તેઓને મારી નાખશો નહિ, રખેને મારા લોક ભૂલી જાય; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.


હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારાં સૈન્યોની સાથે નીકળતા નથી.


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચઢે છે?


હે યહોવા ક્યાં સુધી? શું તમે સદા કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?


હે અમારા તારણના ઈશ્વર, તમારા નામના મહિમાને અર્થે અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને છોડાવો, તથા અમારાં પાપનું નિવારણ કરો.


હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.


હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.


ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે.


તમે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદ સાથે સમ ખાધા છે,


પણ તમે તમારા અભિષિક્તને તજીને તથા તેને તુચ્છ ગણીને તેના પર કોપાયમાન થયા છો.


સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે, જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે.


હે યહોવા, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.


હું યહૂદાના માણસોને બળવાન કરીશ, અને હું યૂસફના માણસોનો ઉદ્ધાર કરીશ, ને હું તેઓને [તેમના વતનમાં] પાછા લાવીશ, કેમ કે મને તેમના પર દયા આવે છે; અને જાણે મેં તેમને અગાઉ કદી તજી દીધા ન હોય, એવા તેઓ થશે, કેમ કે હું તેઓનો ઈશ્વર યહોવા છું, ને હું તેઓનું સાંભળીશ.


શમુએલે પૂછ્યું, “તેં શું કર્યું છે?” શાઉલે કહ્યું, “મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે, વળી ઠરાવેલી મુદતની અંદર તમે આવ્યા નહિ, વળી પલિસ્તીઓ તો મિખ્માશ પાસે એક્‍ત્ર થયા છે.


અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો, “ઇઝરાયલ પલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે, તમારા બન્‍ને દીકરા હોફની તથા ફિનહાસ પણ મરણ પામ્યા છે, ને ઈશ્વરનો કોશ [શત્રુના] હાથમાં ગયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan