Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હે પ્રભુ, આવો, મારો જીવ બચાવો. તમારા પ્રેમને લીધે મને મરણમાંથી ઉગારો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો. કરી દયા દાખવી મને મરણથી બચાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 6:4
20 Iomraidhean Croise  

ત્યારે મેં યહોવાના નામને વિનંતી કરી, “હે યહોવા, દયા કરીને મારા આત્માને બચાવો.”


તમે મારા પ્રાણને મરણથી, મારી આંખોને આંસુથી, અને મારા પગોને લથડવાથી બચાવ્યાં.


હે યહોવા, જૂઠા હોઠોથી તથા કપટી જીભથી મારા આત્માને બચાવો.


સર્વ દુ:ખથી યહોવા તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.


આખો દિવસ મારા હ્રદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચઢી વાગશે?


હે યહોવા, ઊઠો, તેની સામે થાઓ, ‍ તેને પાડી નાખો; તમારી તરવાર દ્વારા દુષ્ટથી મારા જીવને છોડાવો;


મારા આત્માને તરવારથી, અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવો.


મારી જુવાનીનાં પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો.


પરંતુ, હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું; હે ઈશ્વર, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ, અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો.


હે ઈશ્વર, વૈરી ક્યાં સુધી મહેણાં મારશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?


હે યહોવા ક્યાં સુધી? શું તમે સદા કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?


હે સૈન્યોના ઈશ્વર, કૃપા કરીને પાછા આવો; આકાશમાંથી નજર કરો, અને આ દ્રાક્ષાવેલાની મુલાકાત લો.


કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે.


હે યહોવા, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.


જુઓ, [મારી] શાંતિને અર્થે મને અતિ શોક થયો હતો; અને તમે પ્રેમથી મારો જીવ વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.


હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ.


તમારા પૂર્વજોના વખતથી તમે મારા વિધિઓથી અવળા ચાલ્યા છો, ને તે પાળ્યા નથી. મારી તરફ પાછા ફરો, તો હું તમારી તરફ પાછો‍ ફરી, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. “પણ તમે પૂછો છો કે, શી બાબતમાં અમે પાછા ફરીએ?


કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે [પોતાના] વહાલા [પુત્ર] માં આપણને મફત આપી.


Lean sinn:

Sanasan


Sanasan