Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 6:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે; પણ, હે યહોવા, તે ક્યાં સુધી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 મારો જીવ અતિ વ્યગ્ર બન્યો છે. પ્રભુ, કયાં સુધી તમે મને સાજો નહિ કરો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું ઘણો ભયભીત છું; મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે. હે યહોવા, મને મદદ કરવામાં ક્યાં સુધી વિલંબ કરશો?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 6:3
15 Iomraidhean Croise  

મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.


હું બેહોશ થયો છું તથા ઘણો કચડાઈ ગયો છું; મારા હ્રદયના ગભરાટને લીધે મેં બૂમાબૂમ કરી મૂકી છે.


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું હું હજી સ્તવન કરીશ.


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ; કેમ કે તેમની કૃપાદષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ.


“શું પ્રભુ [આપણને] સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?


સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ.


હે યહોવા, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.


હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?


હે યહોવા, મને નીરોગી કરો, એટલે હું નીરોગી થઈશ. મારો ઉદ્ધાર કરો, એટલે હું ઉદ્ધાર પામીશ. કેમ કે તમે મારું સ્તોત્ર છો.


તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”


તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે, જેઓ તેમને રાતદિવસ વીનવે છે, અને જેઓના વિષે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહિ આપશે?


હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.


Lean sinn:

Sanasan


Sanasan