Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 59:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓ મોંમાંથી ફીણ કાઢે છે; તેઓના હોઠોમાં તરવારો છે; [તેઓ એવું બોલે છે કે,] કોણ સાંભળનાર છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 જુઓ તો ખરા કે તેઓ કેવું થૂંક ઉડાડે છે! તેમની વાણી તાતી તલવાર જેવી છે; છતાં તેઓ ધારે છે કે તેમનું બોલવું સાંભળનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે. તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે. તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 59:7
16 Iomraidhean Croise  

તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “ઈશ્વર વીસરી ગયા છે.” તેમણે પોતાનું મુખ સંતાડી રાખ્યું છે; તેમણે તે જોયું નથી, અને તે કદી જોશે નહિ.


દુષ્ટ શા માટે ઈશ્વરને નિંદે? તે શા માટે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “તમે બદલો નહિ માગો?”


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


તેઓ કહે છે, “ઈશ્વર કેવી રીતે જાણે? અને પરાત્પરમાં કંઈ જ્ઞાન છે શું?”


તેઓ બકે છે, તેઓ અભિમાનયુક્ત વાતો કરે છે; સર્વ અન્યાય કરનારા વડાઈ કરે છે.


વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.


જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે; પણ મૂર્ખો પોતાને મુખે મૂર્ખાઈને વહેતી મૂકે છે.


સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી વાતો વહેતી મૂકે છે.


“આ લોકો કહે તે તું ધ્યાનમાં લેતો નથી? [તેઓ કહે છે કે,] ‘જે બે ગોત્રને યહોવાએ પસંદ કર્યાં હતાં તેઓનો યહોવાએ અનાદર કર્યો છે, ’ એમ કહેતાં તેઓ મારા લોકોનો તિરસ્કાર કરે છે કે તેઓની નજરમાં મારા લોકોની પ્રજાની ગણતરીમાં ન ગણાય.


જેઓ મારી સામે ઊઠ્યા તેઓનાં વચન, તથા આખો દિવસ મારી વિરુદ્ધ તેમની કૂથલી તમે સાંભળી છે.


ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.


Lean sinn:

Sanasan


Sanasan