Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 59:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ઓ સૈન્યોના [સરદાર] યહોવા પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ વિદેશીઓને જોઈ લેવાને જાગજો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હે સેનાધિપતિ પ્રભુ, તમે તો ઇઝરાયલના ઈશ્વર છો. જાગો અને સર્વ વિધર્મી રાષ્ટ્રોને સજા કરો; ભૂંડાઈ આચરનાર કોઈ પણ દેશદ્રોહી પ્રત્યે દયા દર્શાવશો નહિ.(સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ; આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો; તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 59:5
19 Iomraidhean Croise  

અને ત્યાં તેણે વેદી બાંધી, ને તેનું નામ એલ-એલોહે-ઇઝરાયલ પાડયું.


કેમ કે પરદેશીઓ મારી સામે ઊઠયા છે, અને જુલમગારો મારો જીવ લેવા મથે છે. તેઓ ઈશ્વરની દરકાર કરતા નથી. (સેલાહ)


તેમના પર મોત એકાએક આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો; કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.


લોકોની સભા તમારી આસપાસ ભેગી થાય. તમારા રાજ્યાસન ઉપર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.


હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારા લોકો [તમારી] પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે?


હે સૈન્યોના ઈશ્વર યહોવા, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, કાન ધરો. (સેલાહ)


પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


અને ઈશ્વરે મૂસાને એમ પણ કહ્યું, “ઇઝરાયલીઓને કહે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.’


હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ [શાસ્ત્ર] પ્રત્યે કાન દો.


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા ન કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી ન નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.”


રાજ્યના સર્વ સરસૂબાઓએ, અમલદારોએ તથા સૂબાઓએ, મંત્રીઓએ તથા હાકેમોએ ભેગા મળી મસલત કરીને નિર્ણય કર્યો છે કે રાજા તરફથી એવો એક કાયદો બહાર પાડવો જોઈએ, કે, હે રાજા, જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બિલમાં નાખવામાં આવે.


યહોવા કહે છે, “હે ઇઝરાયલીઓ, તમે મારે મન કૂશપુત્રોના જેવા નથી? શું હું ઇઝરાયલને મિસર દેશમાંથી, પલિસ્તીઓને કાફતોરથી, ને અરામીઓને કીરથી બહાર લાવ્યો નથી?


પણ ઈશ્વરની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના [વંશજો] છે તેઓ સર્વ ઇઝરાયલી નથી.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


Lean sinn:

Sanasan


Sanasan