Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 59:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારા પર કૃપા કરનારા ઈશ્વર મને સામા મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારા કોડ પૂરવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મારા ઈશ્વર પોતાના પ્રેમથી મારી વહારે આવશે; મારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાની મારી આકાંક્ષાને તે પૂરી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે. તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 59:10
23 Iomraidhean Croise  

અને શાઉલ તથા તેના દિકરા યોનાથાનને માટે દાઉદે નીચે પ્રમાણે વિલાપ કર્યો.


તેનું અંત:કરણ સ્થિર‍ છે, [તેથી] તે પોતાના શત્રુઓ પર [ફતેહ] મેળવતાં સુધી બીશે નહિ.


કેમ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.


આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે [તે જુઓ].


હે યહોવા, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો. મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.


તે મારા વૈરીઓને ભૂંડાઈનો બદલો આપશે; તમારા સત્ય [વચન] પ્રમાણે તેઓનો નાશ કરો.


કારણ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; અને [મારી ઇચ્છા] પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.


મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે, કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.


તેઓ એકત્ર થાય છે, તેઓ સંતાઈ રહે છે, તેઓ મારાં પગલાં પકડે છે, કેમ કે તેઓ મારો પ્રાણ લેવાની રાહ જુએ છે.


હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ, અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.


અમારા પૂર્વજોનાં પાપ અમારા ગેરલાભમાં યાદ ન રાખો; તમારી દયા અમને ઉતાવળે મળવા સામી આવો; કેમ કે અમે બહુ જ દુર્દશામાં આવી પડેલા છીએ.


તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે.


વળી મારા શત્રુઓને [મારી ઇચ્છા પ્રમાણે થએલું મેં] મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનાર દુષ્કર્મીઓને [મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં] મારે કાને સાંભળ્યું છે.


તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.


હું તો તારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠયો નથી, ને મેં દુ:ખી દિવસની ઈચ્છા કરી નથી, એ તમે જાણો છો; મારા હોઠમાંથી જે નીકળ્યું તે તમારા મોઢા આગળ હતું.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ થાઓ.


કેમ કે અમે પ્રભુનાં વચનથી તમને કહીએ છીએ કે, પ્રભુના આવતાં સુધી આપણામાંનાં જેઓ જીવતાં રહેનારાં છે, તેઓ ઊંઘેલાઓની પહેલાં જનારાં નથી.


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


વળી દાઉદે કહ્યું, “જીવતા યહોવાના સમ કે, યહોવા તેમને મારશે; અથવા તો તેમના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan