Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 58:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમારાં હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 દુષ્ટો તો કાંટા-ઝાંખરાં સમાન છે. હજુ તો તેઓ લીલા હોય અને માટલા નીચે બાળવા માટે સુક્યાં ન હોય તે પહેલાં ઈશ્વરનો ક્રોધાગ્નિ તેમને બાળીને ઉડાડી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા, તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 58:9
17 Iomraidhean Croise  

અજવાળામાંથી અંધકારમાં તેને હાંકી કાઢવામાં આવશે, અને દુનિયામાંથી તેને નસાડી મૂકવામાં આવશે.


પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે. તે તેને તેની જગાએથી બહાર ઘસડી નાખે છે.


અથવા ગુપ્ત ગર્ભપાતની જેમ, તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય, તેમની જેમ હું હયાતીમાં ન હોત.


દુષ્ટો ગર્વિષ્ટ થઈને દીન પુરુષને બહુ સતાવે છે. પોતાની કલ્પેલી યુક્તિઓમાં તેઓ ફસાઈ પડે.


સર્વ સમયે તે ફતેહ પામે છે; તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી. તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.


તેઓએ મધમાખીઓની જેમ મને ઘેરી લીધો હતો; પણ તેઓ સળગેલા કાંટાની જેમ હોલવાઈ ગયા છે; યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા.


પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.


એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે, અને વંટોળિયાની જેમ તમારી ઉપર વિપત્તિ ધસી આવશે; જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે [હું તમારી મશ્કરી કરીશ].


વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે.


દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.


કેમ કે જેવો હાંલ્લા નીચે કાંટાનો ભડભડાટ હોય છે, તેવું મૂર્ખનું હસવું છે! એ પણ વ્યર્થતા છે.


લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.


તેઓ રોપાયા ન રોપાયા, તેઓ વવાયા ન વવાયા, તેઓનાં મૂળ જમીનમાં બાઝયાં કે, તરત જ તે તેઓ પર ફૂંક મારે છે, એટલે તેઓ સુકાઈ જાય છે, ને વંટોળિયો તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.”


જુઓ, યહોવાનો વંટોળિયો, એટલે તેમનો કોપ, પ્રગટ થયો છે. હા, ઘૂમરી મારતો વંટોળિયો; દુષ્ટોના માથા પર આવી પડશે.


પણ જો યહોવા કંઈ નવાઈનું કૃત્ય કરે, ને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને તથા તેઓના સર્વસ્વને સ્વાહા કરી જાય, ને તેઓ જીવતા શેઓલમાં ગરક થઈ જાય, તો તમારે જાણવું કે એ માણસોએ યહોવાને ધિક્કાર્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan