Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 56:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 શું તેઓ અન્યાય કરીને બચી જશે? હે ઈશ્વર, તમે કોપ કરીને તેને પાડી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હે ઈશ્વર, તેમની ભૂંડાઈમાંથી અમને બચાવો અને તમારા કોપમાં તેમને ગબડાવી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો. તેમને વિદેશી રાષ્ટ્રોનો કોપ સહન કરવા દો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 56:7
14 Iomraidhean Croise  

અન્યાય કરનારાઓ આ પડી ગયા! તેઓ જમીનદોસ્ત થયા છે, તેઓ પાછા ઊઠી‍ શકશે નહિ.


દુષ્ટ ન્યાયીને તાકી રહે છે, અને તેને મારી નાખવાને લાગ શોધે છે.


જેઓ પોતાના ધન પર ભરોસો રાખે છે, અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે,


તેમના પર મોત એકાએક આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો; કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.


પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.


હે પ્રભુ, તેઓની જીભોમાં ફૂટ પાડીને તેઓનો નાશ કરો; કેમ કે મેં નગરમાં બલાત્કાર તથા ઝઘડા થતા જોયા છે.


[મારો] કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.


આત્માને રોકવાની સત્તા કોઈ માણસને હોતી નથી; તેમ મૃત્યુકાળ ઉપર પણ તેને સત્તા નથી; તે યુદ્ધમાંથી કોઈ છૂટી જતું નથી; અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.


કેમ કે તમે કહ્યું છે, “અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અને શેઓલની સાથે સંપ કર્યો છે; જ્યારે સંકટ ઊભરાઈને [દેશમાં થઈને] પાર જશે, ત્યારે તે અમારા પર આવવાનું નથી; કેમ કે અમે જૂઠાણાનું શરણું લીધું છે, અને અસત્યતાનો આશ્રય લીધો છે.”


જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”


આ મંદિર, જે મારા નામથી ઓળખાય છે, તેમાં તમે પેસશો, ને મારી આગળ ઊભા રહીને કહેશો, ‘આ સર્વ ધિક્કારપાત્ર કામો કરવાની અમને છૂટ છે?’


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?


Lean sinn:

Sanasan


Sanasan