Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 56:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓ એકત્ર થાય છે, તેઓ સંતાઈ રહે છે, તેઓ મારાં પગલાં પકડે છે, કેમ કે તેઓ મારો પ્રાણ લેવાની રાહ જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેઓ ભેગા મળીને કાવતરું રચે છે અને સંતાઈ રહે છે; તેઓ મને શોધવા મારું પગેરું પકડે છે, તેઓ મારી હત્યા કરવાની રાહ જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે, તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 56:6
22 Iomraidhean Croise  

પણ તમે તો મારાં પગલાં ગણો છો; અને શું તમે મારા પાપની તપાસ નથી રાખતા?


તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પહોળું કર્યું છે; મહેણાં મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.


શું તે મારાં આચરણ નથી જોતા, અને મારાં બધાં પગલાં નથી ગણતા?


તેઓ પોતાના હ્રદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.


દુષ્ટ ન્યાયીને તાકી રહે છે, અને તેને મારી નાખવાને લાગ શોધે છે.


તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. (સેલાહ)


તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે; પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે; હે યહોવા, મારાં ઉલ્‍લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.


કેમ કે મારા શત્રુઓ મારા વિષે વાત કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.


હે યહોવા, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે, તેઓએ તમારા અભિષિક્તનાં પગલાંનું અપમાન કર્યું છે [તે પણ તમે સંભારો].


હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ;


જુઓ, તેઓ એકત્ર થાય છે ખરા, પણ મારાથી નહિ; જેઓ તારી સામા એકત્ર થશે તેઓ તારે લીધે વિનાશ પામશે.


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમ કે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ.


પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્‍ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા, ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.


અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી.


તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ માટે કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે.


Lean sinn:

Sanasan


Sanasan