Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 56:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું ઈશ્વર [ની મદદ] થી તેમના વચનની પ્રશંસા કરીશ; ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, તેથી હું બીવાનો નથી. મનુષ્યમાત્ર મને શું કરનાર છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 જેમના સંદેશની હું પ્રશંસા કરું છું, તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 56:4
18 Iomraidhean Croise  

આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પિટાવ્યો.


યહૂદિયાના લોકો યહોવાની સહાય માગવા માટે એકત્ર થયા.એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા.


યહોવા મારા પક્ષમાં છે; હું બીવાનો નથી! માણસ મને શું કરી શકશે?


તમારું વચન અથથી તે ઇતિ સુધી સત્ય છે; તમારાં સર્વ ન્યાયવચનો સદાકાળ [ટકનારાં છે]. શીન


યહોવાના શબ્દો શુદ્ધ છે. જમીન પરની ભઠ્ઠીમાં પરખેલું રૂપું, જે સાત વાર નિર્મળ કરેલું હોય તેના જેવા [તેઓ નિર્મળ છે].


હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.


યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?


હવે મિસરીઓ તો માણસ છે, તેઓ ઈશ્વર નથી; તેમના ઘોડા માંસ છે, તેઓ આત્મા નથી; જ્યારે યહોવા પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે, ને સહાય લેનાર પડી જશે, તેઓનો એકત્ર નાશ થઈ જશે.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યા (અને શાસ્‍ત્રનો ભંગ થતો નથી),


તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીશ નહિ: માણસ મને શું કરનાર છે?”


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan