Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 56:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે ઈશ્વર, તમે મારા પર દયા કરો; કેમ કે માણસ તો મને ગળી જાય; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર, મારા પર દયા કરો, કારણ, માણસો મને ખૂંદી નાખે છે; મારા શત્રુઓ આખો વખત મારા પર જુલમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 56:1
25 Iomraidhean Croise  

ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ, અને અબિરામના મંડળને ઢાંકી દીધું.


તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.


પ્રથમ જન્મેલાઓને સંહારીને જેમણે મિસરને માર્યો [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઊથલાવી નાખનારની [સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું.


હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.


તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે, અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.


જ્યારે કુકર્મીઓ, એટલે મારા વેરીઓ તથા શત્રુઓ, મને ઠાર કરવાને ચઢી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા.


હે યહોવા, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.


તેઓ પોતાના હ્રદયમાં એમ ન કહે, “આહા, અમારે એ જ જોઈતું હતું.” તેઓ એમ ન કહે, “અમે તેને ગળી ગયા છીએ.”


અરે પરાક્રમીઓ, શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? શું, તમે માણસોનો અદલ ઇનસાફ કરો છો?


હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગારો.


મારા પર કૃપા કરનારા ઈશ્વર મને સામા મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારા કોડ પૂરવા દેશે.


હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે, તથા પાયમાલ કરી નાખ્યા છે: તમે કોપાયમાન થયા છો; અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો.


શેઓલની જેમ આપણે તેઓને જીવતા ને જીવતા સ્વાહા કરી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય!


તારા સર્વ શત્રુઓએ તારા પર પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની વાટ અમે જોતા હતા તે નક્‍કી આ જ છે! આજે એ આવ્યો! આપણે એ જોવા પામ્યા!”


યહોવાએ યાકૂબનાં સર્વ રહેઠાણ નષ્ટ કર્યાં છે, ને [તેઓ પર] દયા રાખી નથી. તેમણે કોપ કરીને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગીને તોડી નાખ્યા છે. તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે. તેમણે રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.


પ્રભુ શત્રુના જેવા થયા છે, તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યો છે. તેના સર્વ રાજમહેલોને તેમણે પાયમાલ કર્યા છે તેમણ તેના કિલ્લાઓનો નાશ કર્યો છે. અને તેમણે યહૂદિયાની દીકરીના ખેદ તથા વિલાપ વધાર્યા છે.


ઇઝરાયલ ગરક થઈ ગયો છે. હાલમાં તેઓ વિદેશીઓમાં અળખામણા વાસણ જેવા છે.


જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે.” એ લખેલી વાત પૂર્ણ થશે.


પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્‍સે થયા; અને પલિસ્તીઓના સરદારોએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ કે જે જગા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે જાય, ને એને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો સામાવાળિયો થઈ જાય; કેમ કે પોતાના શેઠનો પ્રેમ પાછો મેળવવા માટે તે શું ન કરે? શું આ માણસોનાં માથાં નહિ આપે?


Lean sinn:

Sanasan


Sanasan