Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 55:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો. ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 55:23
19 Iomraidhean Croise  

આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


તેના સમય અગાઉ તે ભરપૂરી પામશે, અને તેની ડાળીઓ લીલી નહિ હશે.


કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.


તે તારા પગને ડગવા દેશે નહિ; તારા રક્ષક ઊંઘી જનાર નથી.


હે મારા ઈશ્વર, મેં તમારા પર ભરોસો રાખ્યો છે, મારી લાજ રાખજો. મારા શત્રુઓ મારા પર જયજયકાર ન કરે.


જૂઠું બોલનારાઓનો નાશ તમે કરશો; ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે.


તમારાં હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.


તે આપણા આત્માને જીવનમાં [સહીસલામત] રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતા નથી.


ખરેખર, તમે તેઓને લપસણી જગામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.


યહોવાનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે.


શેઓલ તથા અબદોન [વિનાશ] યહોવાની આગળ [ખુલ્લાં] છે; તો માણસોનાં હ્રદય કેટલાં વિશેષ [ખુલ્‍લાં હોવાં જોઈએ] !


જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તેમ માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.


અતિશય દુષ્ટ ન થા, તેમ જ મૂર્ખ પણ ન થ; કેમ કે તેમ કરીને તું શા માટે અકાળ મૃત્યુ પામે?


જુઓ, [મારી] શાંતિને અર્થે મને અતિ શોક થયો હતો; અને તમે પ્રેમથી મારો જીવ વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.


Lean sinn:

Sanasan


Sanasan