Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 54:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હું રાજીખુશીથી તમને યજ્ઞાર્પણ કરીશ; હે યહોવા, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હું તમને આનંદપૂર્વક બલિદાનો ચડાવીશ; હે પ્રભુ, હું તમારા નામની આભારસ્તુતિ કરીશ, કારણ, તમે ભલા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું; હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 54:6
14 Iomraidhean Croise  

વળી તેઓ સ્તુત્યાર્પણ ચઢાવે, અને તેમનાં કામ ગાયનથી વર્ણવે.


હું તમારી આગળ સ્તુત્યર્પણો ચઢાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ.


યહોવા મારા પક્ષમાં છે; તે મારા સહાયકારી છે, માટે હું મારા દ્વેષીઓ પર [મારી ઇચ્છા પૂરી થયેલી] જોઈશ.


ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.


યહોવાની સ્તુતિ કરો; કેમ કે આપણા ઈશ્વરનાં સ્‍તોત્ર ગાવાં એ સારું તથા મનોરંજક છે; સ્તુતિ કરવી એ ઘટતું છે.


હે યહોવા, તમે પોતાને સામર્થ્યે ઊંચા હો; એમ અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


તમે એ કર્યું છે, માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ; અને તમારું નામ ઉત્તમ છે એવું હું તમારા સંતોની સમક્ષ પ્રગટ કરીશ.


હું યહોવાના ન્યાયીપણાને લીધે તેમનો આભાર માનીશ; અને પરાત્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ.


યહોવાની આભારસ્તુતિ કરવી, ને, હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.


પણ પ્રભુ યહોવા મને મદદ કરશે; તેથી હું ઝંખવાયો નથી; તેથી મેં તો મારું મુખ ચકમકના પથ્થર જેવું [કઠણ] કર્યું છે, હું જાણું છું કે મારી બદનામી થવાની નથી.


જુઓ, પ્રભુ યહોવા મને મદદ કરશે; મેન અપરાધી ઠરાવનાર કોણ છે? તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; કીટ તેઓને ખાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan