Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 53:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સિયોનમાંથી ઇઝરાયલનું તારણ વહેલું આવે [તો કેવું સારું] ! ઈશ્વર પોતાના લોકને બંધનમાંથી છોડાવીને [આબાદ કરશે] , ત્યારે યાકૂબ હરખાશે, [ને] ઇઝરાયલ આનંદ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર સત્વરે પ્રગટ થાય તો કેવું સારું! ઈશ્વર પોતાના લોકને પુન: આબાદ કરશે, ત્યારે યાકોબના વંશજો આનંદ કરશે અને ઇઝરાયલના લોકો હર્ષ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે! યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે અને તેમને પાછા તેમના વતનમાં લાવશે, અને પછી યાકૂબ ખુશ થશે, તથા ઇસ્રાએેલ આનંદિત થશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 53:6
18 Iomraidhean Croise  

તેઓએ યહોવાની સ્તુતિ કરતાં તથા તેમનો આભાર માનતાં સામસામા [ઊભા રહીને] ગાયું, “તે મહેરબાન છે, ઇઝરાયલ પર તેમની દયા સદાકાલ સુધી [ટકે છે].” યહોવાના મંદિરનો પાયો નંખાયો તેથી સર્વ લોકોએ ઊંચે સ્વરે યહોવાની સ્તુતિ કરી.


તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.


જ્યારે અયૂબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી. અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયૂબને બમણુ આપ્યું.


સિયોનમાંથી ઇઝરાયલનું તારણ આવે તો કેવું સારું! યહોવા પોતાના લોકની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.


સિયોન જે સૌન્દર્યની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે.


હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે.


કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ નાસી જાય છે; પણ નેકીવાનો સિંહના જેવા હિમ્‍મતવાન હોય છે.


હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”


તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”


યહોવા કહે છે, “જુઓ, હું યાકૂબના તંબુઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેનાં ઘરો પર દયા કરીશ. અને નગર પોતાની ટેકરી પર બંધાશે, ને રાજમહેલ [માં રજવાડા] ની રીત પ્રમાણે લોકો વસશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ત્યારે યહૂદિયાના દેશમાં તથા તેનાં નગરોમાં લોકો ફરીથી આ આશીર્વચન કહેશે, ‘હે ન્યાયનિકેતન, હે પવિત્ર પર્વત, યહોવા તને આશીર્વાદ આપો.’


કેમ કે, “જુઓ, તે દિવસોમાં એટલે તે સમયમાં, જ્યારે હું યહૂદિયા તથા યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,


અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.


અને તમારામાંના જે બાકી રહ્યા હશે તેઓનાં હ્રદયમાં હું તેઓના શત્રુઓના દેશો મધ્યે ભય ઘાલીશ. અને પાંદડું હાલવાના અવાજથી તેઓ નાસશે. અને જેમ તરવાર આગળથી કોઈ નાસે, તેમ તેઓ નાસશે.


હું મારા ઇઝરાયલ લોકોની ગુલામગીરી પાછી ફેરવીશ, ને તેઓ ઉજ્જડ નગરો બાંધીને તેઓમાં વસશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપીને


Lean sinn:

Sanasan


Sanasan