Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 53:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જોકે કશું ડરવા જેવું નહિ હોય ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે. દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે. તેથી દેવના લોકો તેમને હરાવશે, અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 53:5
22 Iomraidhean Croise  

તેના કાનમાં ભયના ભણકારા વાગે છે. આબાદાનીને સમયે લૂંટનાર તેના પર આવી પડશે.


ત્યાં તેઓ બહુ ભયભીત થયા; કેમ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.


જેમ કોઈ જમીન ઉપર [લાકડાંને] કાપીને ચીરે છે તેમ અમારાં હાડકાં કબરના મુખ આગળ વિખેરી નાખેલાં છે.


આકાશમાં જે બેઠા છે, તે હાસ્‍ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.


મારા નુકસાનમાં હર્ષ પામનારા સર્વ ફજેત થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ અહંકાર કરનારાઓની લાજ નષ્ટ થાઓ, તથા તેઓ અપમાન પામો.


જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઈને આબરૂહીન થાઓ; જેઓ મારું નુકસાન તાકે છે તેઓ પાછા હઠો અને વીલા પડો.


જેઓ મારા આત્માનો નાશ કરવાને મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો; અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે તેઓ પાછા હઠો અને આબરૂહીન થાઓ.


માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન [હતું ન હતું થઈ જાય છે] , તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.


કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ નાસી જાય છે; પણ નેકીવાનો સિંહના જેવા હિમ્‍મતવાન હોય છે.


કેમ કે, જુઓ, મેં તને પ્રજાઓમાં કનિષ્ઠ ને મનુષ્યોમાં તુચ્છ કર્યો છે,


લોકો તેમને નકારેલું રૂપું કહેશે, કેમ કે યહોવાએ તેમને નકાર્યા છે.”


જાણે કે વાડીનો મંડપ હોય, તેમ યહોવાએ પોતાનો મંડપ બલાત્કારથી તોડી પાડ્યો છે! તેમણે પોતાનું સભાસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાએ સિયોનમાં નીમેલાં પર્વ તથા સાબ્બાથને વિસ્મૃત કરાવ્યાં છે, ને પોતાના ક્રોધાવેશમાં પ્રભુએ રાજાને તથા યાજકોને તુચ્છકાર્યા છે.


ઇઝરાયલીઓની લાસો હું તેઓની મૂર્તિઓની આગળ નાખીશ; અને હું તમારા હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.


અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.


અને તમારામાંના જે બાકી રહ્યા હશે તેઓનાં હ્રદયમાં હું તેઓના શત્રુઓના દેશો મધ્યે ભય ઘાલીશ. અને પાંદડું હાલવાના અવાજથી તેઓ નાસશે. અને જેમ તરવાર આગળથી કોઈ નાસે, તેમ તેઓ નાસશે.


અને છાવણીમાં, રણક્ષેત્રમાં તથા સર્વ લોકમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટનારા પણ થથરી ઊઠ્યા. અને ભૂમિ પણ કંપી. એમ ઘણી મોટી ધ્રૂજારી વ્યાપી ગઇ.


Lean sinn:

Sanasan


Sanasan