Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 52:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તું ભલાઈ કરતાં ભૂંડાઈને વધારે ચાહે છે, અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તું ભલાઈ કરતાં ભૂંડાઈને અને સત્ય કરતાં જૂઠને અધિક ચાહે છે. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે, તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 52:3
10 Iomraidhean Croise  

તેઓ તેને તેના શ્રેષ્ઠપદ પરથી ઉથલાવી પાડવાને કેવળ મસલત કરે છે; તેઓ જૂઠથી હરખાય છે; તેઓ મોઢેથી આશીર્વાદ ઊચરે છે, પણ મનથી શાપ આપે છે. (સેલાહ)


દુષ્ટનો આત્મા ભૂંડું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી.


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


તેઓની જીભ પ્રાણઘાતક તીર જેવી છે! તે કપટથી બોલે છે. મુખથી કોઈ પોતાના પડોશીની સાથે શાંતિથી વાત કરે છે, પણ મનમાં તેનો ઘાત કરવાની યોજના કરે છે.”


તમે તો ભલાને ધિક્‍કારો છો, ને ભૂંડાને ચાહો છો. તમે તેઓનાં અંગ પરથી તેઓની ચામડી [ઉતારી લો છો] , ને તેઓનું માંસ તેઓનાં હાડકાં પરથી ચૂંટી લો છો.


તમે તમારા પિતા શેતાનના છો, અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો, અને જૂઠાનો પિતા છે.


કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું, અને ઉત્પન્‍નકર્તા (જે સર્વકાળ સ્તુત્ય હો, આમીન. તેમ)ની ભક્તિ ન કરતાં ઉત્પન્‍ન કરેલાંની ભક્તિ તથા ઉપાસના કરી.


વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર‍ પ્રેમ રાખનારા;


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan