Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 51:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હે પ્રભુ, મારા હોઠ ઉઘાડો; જેથી મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો; એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 51:15
14 Iomraidhean Croise  

અને યહૂદા બોલ્યો, “મારા ધણીને અમે શું કહીએ? શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તમારા દાસોનાં ભંડાં કામ ઈશ્વરે શોધી કાઢયાં છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું મળ્યું તે પણ મારા ધણીના દાસ છીએ.”


મારા હોઠોથી મેં તમારા મુખનાં સર્વ ન્યાયવચનો વર્ણવ્યાં છે.


સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ.


અને યહોવાએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? અને મૂંગો કે બહેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે યહોવા નથી?


તેં જે જે કર્યું છે તે સર્વની હું તને માફી અપીશ, ત્યારે તું તેનું સ્મરણ કરીને ઝંખવાણી પડશે, ને તારી ફજેતી થવાને લીધે તું કદી તારું મુખ ફરીથી ઉઘાડશે નહિ, ” એવું પ્રભુ યહોવા કહે છે.


તે દિવસે ઇઝરાયલ લોકોમાં એક શિંગ ફૂંટી નીકળશે એમ હું કરીશ, ને હું તેઓમાં તારું મોં ખુલ્લું કરી દઈશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


પણ હું તારી સાથે મોકલીશ ત્યારે હું તારું મુખ ખોલીશ, ને તું તેઓને કહેજે, પ્રભુ યહોવા કહે છે કે, જે સાંભળતો હોય તે સાભળે; અને જે ન સાંભળતો હોય તે ન સાંભળે; કેમ કે તેઓ બંડખોર લોકો છે.


તેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાના દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે; અરે તમે ફરો, તમારા દુષ્ટ માર્ગોથી ફરો. હે ઇઝરાયલના લોકો, તમે શા માટે મરવા ચાહો છો?


ત્યારે તે તેને કહે છે, “ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?” અને તે અણબોલ્યો રહ્યો.


અને આકાશ તરફ જોઈને તેમણે નિસાસો મૂકીને કહ્યું, “એફફથા, ” એટલે “ઊઘડી જા.”


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.


તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે; કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan