Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 51:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તમારી તરફ ફરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 ત્યારે હું અપરાધીઓને તમારા માર્ગ વિષે શીખવીશ અને પાપીઓ તમારી તરફ પાછા ફરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ, અને પાપીઓ તમારા તરફ ફરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 51:13
24 Iomraidhean Croise  

માટે યહોવાએ ઇઝરાયલ પર અતિ કોપાયમાન થઈને તેમને પોતાની ર્દષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદાના કુળ સિવાય બીજું કોઈ રહેવા પામ્ચું નહિ.


યહોવાએ ઇઝરાયલનાં સર્વ સંતાનોનો ત્યાગ કર્યો, તેમના પર વિપતિ લાવ્યા, ને તેમને લૂટારાઓના હાથમાં સોંપીને, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.


એટલે સુધી કે યહોવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે ઇઝરાયલને પોતાની નજર આગળથી દૂર કર્યા, એમ ઇઝરાયલ તેમના પોતાના દેશમાંથી આશૂરમાં લઈ જવામાં આવ્યા, ને તેઓ આજ સુધી ત્યાં જ છે.


યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.


પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.


હે યહોવા, તમારા માર્ગ મને બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.


યહોવા ઉત્તમ અને ન્યાયી છે, માટે પાપીઓને તે [પોતાનો માર્ગ] બતાવશે.


મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)


ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


આ લોકનાં મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.”


ખચીત મેં એફ્રાઈમને તેના પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો કે, ‘તમે મને શિક્ષા કરી છે, ને વગર પલોટેલા વાછરડાની જેમ મને શિક્ષા થઈ છે; તમે મને ફેરવો, એટલે હું ફરીશ; કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.


કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જો તમે નહિ ફરો, ને બાળકોના જેવા નહિ થાઓ, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો.


પણ મેં તારે માટે વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ. અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.”


“અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા, અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?


એથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર કહ્યા. અને [તે સાંભળીને] બધા ભાઈઓને ઘણો આનંદ થયો.


માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.


Lean sinn:

Sanasan


Sanasan