Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 51:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર તમારા પ્રેમને લીધે મારા પ્રત્યે દયા દર્શાવો. તમારી અસીમ રહેમ અનુસાર મારા અપરાધોને ભૂંસી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 51:1
31 Iomraidhean Croise  

એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઊઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો; ત્યારે તેણે ધાબા પરથી એક સ્‍ત્રીને સ્નાન કરતી જોઈ. તે સ્‍ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી;


તેઓનો અન્યાય તમે ઢાંકતા નહિ, તેઓનું પાપ તમારી આગળથી ભૂંસી ન નંખાઓ; કેમ કે તેઓએ બાંધનારાઓની આગળ તમને ચીડવ્યા છે.”


તેઓને માટે તેમણે પોતાનો કરાર યાદ કર્યો, અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.


મિસરમાંના તમારા ચમત્કારો અમારા પિતૃઓ સમજ્યા નહિ; તેઓએ તમારી અપાર કૃપા સંભારી નહિ; પણ સમુદ્ર પાસે એટલે લાલ સમુદ્ર પાસે, તેઓએ તમને ચીડવ્યા.


પણ, હે યહોવા, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારે માટે [ઉપાય] કરો; તમારી કૃપા ઉત્તમ છે, માટે મારો છૂટકો કરો.


તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો, તમારા વિધિઓ મને શીખવજો.


યહોવા સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ છે.


હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, હું વિનંતી કરું ત્યારે તમે મને ઉત્તર આપજો. સંકટને વખતે તમે મને છોડાવ્યો છે; મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજો.


હે યહોવા, તમારી કૃપાદષ્ટિ મારાથી પાછી ન રાખો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો. મદદ માટે યાચના


પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા મંદિરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્ર મંદિર તરફ [ફરીને] ભજન કરીશ.


મારાં પાપ તરફ નજર ન કરો; મારા સર્વ અન્યાય ભૂંસી નાખો.


પરંતુ, હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું; હે ઈશ્વર, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ, અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો.


હે યહોવા, મને ઉત્તર આપો; કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; તમારા પુષ્કળ વાત્સલ્ય પ્રમાણે મારી તરફ ફરો.


કૃપાળુ થવાને ઈશ્વર વીસરી ગયા છે? શું કોપ કરીને તેમણે મહેરબાની બંધ કરી છે?” (સેલાહ)


જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.


મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ; તમારી આતુરતા તથા તમારાં મહાન કાર્યો કયાં છે? તમારા હ્રદયની લાગણી, તથા મારા પરની દયા સંકુચિત થઈ છે શું?


યહોવાની રહેમ, અને તેમણે જે સર્વ આપણને બક્ષ્યું છે તેમની દયા પ્રમાણે ને તમની પુષ્કળ રહેમ પ્રમાણે તેમણે ઇઝરાયલનાં સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે, તે [બધાં] યહોવાનાં સ્તુતિપાત્ર કાર્યો હું કહી સંભળાવીશ.


પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા ન કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી ન નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.”


કેમ કે જો કે તે દુ:ખ દે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તે દયા કરશે.


હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ.


દયા તથા ક્ષમા અમારા ઈશ્વર પ્રભુની છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ બળવો કર્યો છે;


માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.


અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું, અને આપણને પ્રતિકૂળ હતું, તેને ભૂંસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું.


Lean sinn:

Sanasan


Sanasan