Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 50:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તમે કે જે દેવને ભૂલી ગયા છો, તમારા ટુકડા કરૂં તે પહેલા તમારે આ સમજવાનુ છે કે તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 50:22
21 Iomraidhean Croise  

તેઓએ જોયું, પણ બચાવનાર કોઈ નહોતો; વળી તેઓએ યહોવાને વિનંતી કરી, પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ.


તમે જાણો છો કે હું દુષ્ટ નથી; અને તમારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


ઈશ્વરને વીસરી જનાર સર્વના એ જ હાલ છે; અને અધર્મીની આશા એમ જ નાશ પામશે.


દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી [બતાવે] છે કે, [ઈશ્વર] બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.


રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે. અને મને છોડાવનાર કોઈ મળે નહિ.


દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.


કેમ કે દરિદ્રીને હંમેશાં ભૂલી જવામાં આવશે નહિ, અને ગરીબોની અપેક્ષા સદા નિષ્ફળ થશે નહિ.


ઉન્નતિને સમયે મગ્ન થા, ને આપત્કાળે વિચાર કર. ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે, જેથી પોતાની પાછળ શું થશે તેમાંનું કશુંયે મનુષ્ય ખોળી કાઢી શકે નહિ.


પણ તારા કર્તા, આકાશોને પ્રસારનાર, તથા પૃથ્વીનો પાયો નાખનાર યહોવાને તું વીસરી ગયો છે; જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ સતત તેના ક્રોધને લીધે બીએ છે? વળી જુલમીનો ક્રોધ ક્યાં છે?


શું કુંવારી પોતાનાં ઘરેણાં અથવા પરણનારી કન્યા પોતાના કમરપટા વીસરે? તોપણ મારા લોક અસંખ્ય દિવસો સુધી મને વીસરી ગયા છે.


એ વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછો ફરે છે તેને લીધે તે નકકી જીવશે, તે માર્યો નહિ જ જશે.


જેના બચ્ચાં છીનવી લેવામાં આવ્યાં હોય એવી રીંછડીની જેમ હું તેમને મળીશ, ને તેમની છાતી ચીરી નાખીશ. અને ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી જાનવર તેઓને ફાડી ખાશે.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


કેમ કે હું એફ્રાઈમ પ્રત્યે સિંગરૂપ તથા યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું, હા, હું જ ફાડી નાખીને જતો રહીશ; હું પકડી લઈ જઈશ, ને કોઈ છોડાવી શકશે નહિ.


અને વેગવાનની દોડવાની શક્તિ ખૂટી જશે, બળવાનનું બળ રહેશે નહિ, શૂરવીર પોતાનો બચાવ કરી શકશે નહિ.


યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં વનનાં પશુઓમાં સિંહના બચ્ચાના જેવા થશે. જે તેઓમાં થઈને જાય તો તેમને કચરી નાખે છે, ને તેમને ફાડીને ટુકડા કરે છે, ને છોડાવનાર કોઈ હોતું નથી.


તો હવે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.


તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે, અને હું તો અહીં ભૂખે મરું છું!


જેમણે તને પેદઅ કર્યો તે ખડક વિષે તને ભાન નથી, અને તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો છે.


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


Lean sinn:

Sanasan


Sanasan