Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 50:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા [પ્રગટ] કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 50:15
32 Iomraidhean Croise  

ત્યારે તેણે પોતાનું મુખ ભીંત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી,


જો કંઈ પણ આપત્તિ, એટલે તરવાર કે ન્યાયાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અમે આ મંદિર આગળ તથા તમારી હજૂરમાં ઊભા રહીએ, (કેમ કે આ મંદિરમા તમારું નામ છે, ) ને અમારી આપત્તિમાં અમે તમારી પ્રાર્થના કરીએ, તો તમે તે સાંભળીને અમારો બચાવ કરશો.


તું તેમની પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને તું તારી માનતાઓ પૂરી કરશે.


ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી તારે છે.


ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.


મારા દુ:ખમાં મેં યહોવાને પોકાર કર્યો, અને તેમણે મારું સાંભળ્યું.


હે યહોવાનો ભય રાખનારાઓ, તમે તેમની સ્તુતિ કરો; હે યાકૂબનાં સર્વ સંતાનો, તમે તેમને ગૌરવ આપો; અને હે ઇઝરાયલનાં સર્વ પરિવાર, તમે તેમનું ભય રાખો.


તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો; એટલે તમારાં મુખ કદી ઝંખવાણાં પડશે નહિ.


યહોવાના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.


હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું [ચલાવવાનું] ચાહશો? (સેલાહ)


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


મારા દુ:ખને દિવસે મેં પ્રભુને શોધ્યા; રાત્રે થાક ખાધા વગર, મારા હાથ [તેમની આગળ] જોડી રાખેલા હતા; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.


હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું પ્રાર્થના કરીને મનન કરું છું, ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. (સેલાહ)


સંકટમાં તેં પોકાર કર્યો, એટલે મેં તને છોડાવ્યો; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તને ઉત્તર આપ્યો; મરીબાનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. (સેલાહ)


કેમ કે, હે પ્રભુ, તમે ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છો, તમને અરજ કરનાર સર્વ પર તમે ઘણા કૃપાળુ છો.


મારા સંકટને દિવસે હું તમને પોકાર કરીશ; કેમ કે તમે મને ઉત્તર આપશો.


તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ.


પણ યહોવા કહે છે, તે દિવસે હું તારો છુટકારો કરીશ. અને જે માણસોથી તું બીએ છે તેઓના હાથમાં તને સોંપવામાં આવશે નહિ.


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્‍તુતિ કરે.


તેમણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.


તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્યો થશો.


મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા ઈશ્વરનાં સ્તોત્ર ગાતા હતા, અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા.


તમારામાં શું કોઈ દુ:ખી છે? તો તેણે પ્રાર્થના કરવી, શું કોઈ આનંદિત છે? તો તેણે સ્તોત્ર ગાવાં.


જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.


જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.


ત્યારે લેહીમાં એક ખાડો છે તેમાં ઈશ્વરે ફાટ પાડી, ને તેમાંથી પાણી નીકળ્યું; અને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો, ને સાવચેત થયો; માટે તેણે તે જગાનું નામ એન-હાકકોરે પાડ્યું, તે આજ સુધી લોહીમાં છે.


Lean sinn:

Sanasan


Sanasan