Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 5:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવા ઈશ્વર તમે નથી; ભૂંડાઈ તમારી પાસે રહી શકતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમે તો દુરાચારથી પ્રસન્‍ન થનાર ઈશ્વર નથી, તમારી હાજરીમાં દુષ્ટતા ટકી શક્તી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી; તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 5:4
16 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


કપટ કરનાર મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનાર મારી દષ્ટિ આગળ ટકશે નહિ.


યહોવા ન્યાયીઓને પારખે છે; ‍ પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.


ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.


આવાં કામ તેં કર્યાં છે, અને હું ચૂપ રહ્યો; તેથી તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું, [પણ] હું તને ઠપકો આપીશ, અને હું [તારાં કામ] તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.


તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે, મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.


હે યહોવા, મારા આત્માને તમે કેમ તજી દો છો? તમારું મુખ તમે મારાથી કેમ ફેરવો છો?


જેથી યહોવા યથાર્થી માલૂમ પડે; તે મારા ખડક છે, અને તેમનામાં કંઈ અન્યાય નથી.


દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?


તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે. તોપણ તમે પૂછો છો, “શી રોતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે રાજી થાય છે; અથવા ઈનસાફો ઈશ્વર ક્યાં છે?” એમ કહીને તમે તેમને [કંટાલો ઉપજાવ્યો છે].


ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


સર્વની સાથે શાંતિથી વર્તો, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહિ તેને ધોરણે તમે ચાલો.


તોપણ આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan