Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 49:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ; અને મારા હ્રદયના વિચારો જ્ઞાન વિષે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 મારું મુખ જ્ઞાન ઉચ્ચારશે અને મારું હૃદય સમજણ પ્રગટ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ; મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 49:3
15 Iomraidhean Croise  

મારા શબ્દો મારા અંત:કરણનું પ્રામાણિકપણું પ્રગટ કરશે; મારું મન જે સત્ય સમજે છે તે જ મારા હોઠો બોલશે.


નહિ તો તું મારું સાંભળ; છાનો રહે, તો હું તને જ્ઞાન શીખવીશ.”


[તે વિષેના] મારા વિચાર તેમને પસંદ પડો; હું યહોવામાં આનંદ પામીશ.


તમારાં વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે તે ભોળાને સમજણ આપે છે.


હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હ્રદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.


ન્યાયી પોતાને મુખે ડહાપણની વાત કરે છે, અને તેની જીભે તે ન્યાય બોલે છે.


પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાને માટે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું, ત્યારે તે મારું સાંભળશે.


મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.


તારો કાન ધરીને જ્ઞાનીનાં વચનો સાંભળ, મારા જ્ઞાન પર તારું અંત:કરણ લગાડ.


સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે.


મારો બોધ વરસાદની જેમ ટપકશે. મારી વાતો ઝાકળની જેમ નીગળશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ [તે પડશે] ;


Lean sinn:

Sanasan


Sanasan