Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 47:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ઈશ્વર [વિજયના] પોકારસહિત, યહોવા રણશિંગડાના અવાજસહિત, ચઢી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 47:5
26 Iomraidhean Croise  

એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ [લોક] જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા.


શબાન્યા, યોશાફાટ, નથાનિયેલ, અમાસાઈ, ઝખાર્યા, બનાયા તથા એલીએઃઝેર યાજકો ઈશ્વરના કોશની આગળ રણશિંગડા વગાડનારા હતા. અને ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.


એમ સર્વ ઇઝરાયલીઓ યહોવાના કરારકોશને હર્ષનાદ કરતાં શરણાઈ, રણશિંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી મોટી ગર્જના કરતા લઈ આવ્યા.


તેઓને મોટેથી વગાડવા માટે રણશીંગડા, ઝાંઝ તથા ઈશ્વરનાં ગીતોને માટે વાજિંત્રો આપવામાં આવ્યાં; અને યદૂથૂનના પુત્રોને દ્વારપાળો [નીમ્યા].


રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.


પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું [સ્તવન કરો] ; તે પોતાની વાણી કાઢે છે, [તે] સામર્થ્યની વાણી [છે].


જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસ [ના કેફ] થી હોકારો કરનાર પરાક્રમી પુરુષની જેમ પ્રભુ જાગ્યા.


ચંદ્રદર્શન તેમ પૂનમને સમયે, એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.


તૂરી તથા રણશિંગડાના નાદથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો.


તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને મિસર દેશમાંથી કાઢીને એવા દૂધમધની રેલછેલવાળા એક દેશમાં લાવું કે જે મેં આગળથી તેમને માટે પસંદ કરી રાખ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે.


યહોવાએ યાકૂબના મહત્વના સોગંદ ખાધા‌ છે, “નક્કી હું તેઓનું એકે કામ કદી ભૂલી જઈશ નહિ.


જુઓ, હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ, ને તમારાં મુખો પર છાણ, એટલે તમારા ય [નાં પશુઓ] નું છાણ, ચોપડીશ. અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે.


તેમણે યાકૂબનાં અન્યાય જોયો નથી, અને ઇઝરાયલમાં તેમણે આડાપણું જોયું નથી. યહોવા તેનો ઈશ્વર તેની સાથે છે. અને તેઓ મધ્યે રાજાનો જયજયકાર છે.


પણ છેલ્‍લું રણશિંગડું વાગતાં જ, એક ક્ષણમાં, આંખના પલકારામાં, આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશિગડું વાગશે, અને મૂએલાં અવિનાશી [થઈને] ઊઠશે, અને આપણું રૂપાંતર થશે.


કેમ કે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખ દૂતની વાણીસહિત તથા ઈશ્વરના રણશિંગડાસહિત આકાશમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૂએલાં છે તેઓ પ્રથમ ઊઠશે.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


અને જ્યારે તેઓ મેંઢાનું શિંગ લાબે સાદે વગાડે, ને રણશિંગડાનો અવાજ તમે સાંભળો, ત્યારે એમ થાય કે, સર્વ લોકો મોટે સાદે હોકરો કરે. પછી નગરનો કોટ ‘તૂટી પડશે, ત્યારે લોકોમાંથી પ્રત્યેક માણસે સીધા અંદર ધસી જવું.”


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan