Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 47:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે સર્વ લોકો, તાળી પાડો; જયજયકારના નાદથી ઈશ્વરની આગળ આનંદ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે સર્વ પ્રજાઓ, આનંદથી તાળી પાડીને બુલંદ અવાજે ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 47:1
18 Iomraidhean Croise  

એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ [લોક] જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા.


પછી તેણે રાજકુમારને બહાર લાવીને તેને માથે મુગટ મૂક્યો તથા સાક્ષ્યશાસ્ત્ર [તેને આપ્યું]. પછી તેઓએ તેને રાજા ઠરાવીને તેનો અભિષેક કર્યો. અને તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “ઈશ્વર રાજાની રક્ષા કરો.”


તે વખતે યહૂદાના માણસોએ જયજયનો પોકાર કર્યો; ત્યારે ઈશ્વરે અબિયા તથા યહૂદાને સાથે યરોબામને તથા સર્વ ઇઝરાયલને હરાવ્યા.


હે યહોવા અમારા, ઈશ્વર, અમને તારો, અને તમારા પવિત્ર નામનો આભાર માનવાને તથા તમારી સ્તુતિ કરીને જય જયકાર કરવાને વિદેશીઓમાંથી અમને વીણીને એકત્ર કરો.


જેમ પાણીનાં નાળાંને માટે હરણ તલપે છે; તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.


ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.


ઈશ્વર [વિજયના] પોકારસહિત, યહોવા રણશિંગડાના અવાજસહિત, ચઢી ગયા છે.


હે પૃથ્વીના સર્વ [લોકો] , યહોવાની આગળ હર્ષનાદ કરો; ઉત્સાહથી હર્ષનાં ગીત ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.


પ્રવાહો, તાળી પાડો; પર્વતો, યહોવાની સમક્ષ એકત્ર હર્ષનાદ કરો.


તમે આનંદસહિત નીકળી જશો, ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે. અને ખેતરોનાં સર્વ ઝાડ તાળી પાડશે.


યહોવા કહે છે, “યાકૂબને લીધે આનંદથી ગાયન કરો, ને પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિ કરો, ને કહો, ‘હે યહોવા, તમારા લોકોને, એટલે ઇઝરાયલના બાકી રહેલાઓને, તમે તારો.’


હે સિયોનની પુત્રી, ગાયન કર; હે ઇઝરાયલ, હર્ષના પોકાર કર; હે યરુશાલેમની પુત્રી, તારા ખરા અંત:કરણથી આનંદ કર તથા ખુશ થા.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


શમુએલે સર્વ લોકોને કહ્યું, “યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો કે તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી.” ત્યારે સર્વ લોકોએ પોકાર કરીને કહ્યું, “રાજા ઘણું જીવો.”


Lean sinn:

Sanasan


Sanasan