Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 46:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે [તે જુઓ].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 આવો, અને પ્રભુનાં મહાકાર્યો નિહાળો; તેમણે પૃથ્વી પર કેવાં આંતકપ્રેરિત કાર્યો કર્યાં છે તે જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આવો અને યહોવાના પરાક્રમો જુઓ. તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 46:8
18 Iomraidhean Croise  

જેની સહાય યાકૂબનો ઈશ્વર છે, જેની આશા પોતાના ઈશ્વર યહોવા પર છે, તેને ધન્ય છે.


મારા પર કૃપા કરનારા ઈશ્વર મને સામા મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારા કોડ પૂરવા દેશે.


આવો, અને ઈશ્વરનાં કૃત્યોનું અવલોકન કરો; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર [છે].


અને ફારુનના સેવકોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ અમને ફાંસારૂપ થઈ પડશે? લોકોને તેઓના ઈશ્વર યહોવાની સેવા કરવા માટે જવા દો. શું આપ હજી સુધી જાણતા નથી કે મિસરનો વિનાશ થઈ ચૂક્યો છે?”


અને રાત્રે ફારુન તથા તેના સર્વ સેવકો તથા સર્વ મિસરીઓ ઊઠયા; અને મિસરમાં ભારે વિલાપ થયો; કેમ કે એવું એક પણ ઘર નહોતું કે જ્યાં એક માર્યો ગયો ન હોય.


જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજજડ કરે છે, ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે.


તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે, પૂર્વકાળની પાયમાલ થયેલી [ઇમારતો] ને તેઓ ઊભી કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ તથા નષ્ટ થયેલાં નગરોને તેઓ સમારશે.


તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.


મસલત કરો, અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો, ને તે ફોકટ જશે; કેમ કે ઈશ્વર અમારી સાથે છે.


ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ડરી જશો નહિ; કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહિ.”


યાકૂબ પર નિશ્ચે કંઈ મંત્ર નહિ ચાલે, અને ઇઝરાયલ પર કંઈ શકુન નહિ ચાલે. હવે યાકૂબ તથા ઇઝરાયલ વિષે કહેવાશે, કે ઈશ્વરે કેવું કર્યું છે!


જ્યારે તું તારા શત્રુઓની સામે લડવા જાય, ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતાં વધારે લોકોને જુએ, ત્યારે તેઓથી તું બીશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તે તારી સાથે છે.


કેમ કે યહોવાએ તેઓનાં મન જડ કર્યાં હતાં, એ માટે કે તેઓ ઇઝરાયલની સાથે લડવા આવે કે, તે તેઓનો પૂરો નાશ કરાવે, ને તેઓ કંઈ કૃપા ન પામે, પણ યહોવાએ જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તે તેઓનો વિનાશ કરે.


Lean sinn:

Sanasan


Sanasan