Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 46:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી અમે ડરવાના નથી. પછી ભલેને પૃથ્વી મોટા ધરતીકંપોથી કંપી ઊઠે, અને પર્વતો સાગરના તળિયે ફેંક્ય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય, અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 46:2
22 Iomraidhean Croise  

મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.


મારા પોકાર પર કાન ધરો, કેમ કે હું બહુ દુ:ખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો. કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે.


ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, વળી પર્વતોના પાયા ખસી ગયા. તથા હાલ્યા, કેમ કે ઈશ્વર કોપાયમાન હતા.


જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું, તોયે હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.


જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તો પણ હું [ઈશ્વર પર] ભરોસો રાખીશ.


યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હ્રદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હ્રદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેમની આભારસ્તુતિ કરીશ.


પણ યહોવા ન્યાયીઓનું તારણ કરે છે; સંકટને સમયે તે તેઓનો કિલ્લો છે.


હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ, અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.


હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો; તેમની આગળ તમારું હ્રદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે.


ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે, અને ઊંચ પંક્તિના માણસો જૂઠા છે; તોળતી વેળાએ તેમનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકાં છે.


તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી; તેઓ અંધારામાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.


હું યહોવા વિષે કહીશ, “તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”


હે ઇઝરાયલની આશા, સંકટની વેળાએ તેના ત્રાતા, દેશમાં પ્રવાસી જેવા અથવા તો રાત્રે ઉતારો કરવા આવનાર વટેમાર્ગુ જેવા તમારે શા માટે થવું જોઈએ?


યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે; અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, જો તમને વિશ્વાસ હોય, ને તમે સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહેશો કે, તું ઊંચકાઈને સમુદ્રમાં નંખા, તો તેમ જ થશે.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે; પણ મારી વાતો જતી રહેવાની નથી.


તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીશ નહિ: માણસ મને શું કરનાર છે?”


Lean sinn:

Sanasan


Sanasan