Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 45:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમારાં બધાં વસ્ત્ર બોળ, અગર [તથા] તજની [સુગંધથી મહેકે છે] ; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તમારાં વસ્ત્રો બોળ, અગર અને દાલચીનીનાં અત્તરોથી સુવાસિત છે. હાથીદાંતથી સુશોભિત મહેલોમાં તંતુવાદ્યોનું સંગીત તમને આનંદ પમાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે, ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 45:8
20 Iomraidhean Croise  

હવે આહાબનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે જે કર્યું, તેણે જે હાથીદાતનું ઘર બાંધ્યું, તથા તેણે જે જે નગરો બાંધ્યાં, તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


કેમ કે યહોવા ન્યાયી છે; તે‍ ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે.


ડફ તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્‍તુતિ કરો.


તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.


આનંદથી તથા ઉત્સાહથી તેઓને લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.


મારો પ્રીતમ મારાં સ્તનોની વચમાં રાખેલી બોળની કોથળી જેવો મને લાગે છે.


તારા અત્તરની સુગંધ સારી છે; તારું નામ ચોળાયેલા અત્તર જેવું છે; માટે કુમારિકાઓ તને ચાહે છે.


ધુમાડાના સ્તંભો જેવો, અને બોળ, લોબાન તથા વેપારીઓનાં સર્વ [સુગંધી દ્રવ્યો] થી મહેંકતો, આ વગડાની વાટે આવતો દેખાય છે તે કોણ છે?


પ્રભાત થાય, અને અંધકાર લોપ થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લબાનોનના ડુંગર પર જઈશ.


હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું; મેં મારાં બોળ તથા સુગંધીદ્રવ્યો વીણી લીધાં છે; મેં મારા મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો, ખાઓ; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો ખાઓ, હે પ્રિય ભાઈઓ, પીઓ, હા, પુષ્કળ પીઓ.


તેના ગાલ સુગંધીદ્રવ્યના ક્યારા જેવા, તથા સુગંધીઓની પાળો જેવા છે; જેમાંથી બોળનો અર્ક ઝરતો હોય એવી ગુલછડીઓ જેવા તેના હોઠ છે.


હું મારા પ્રીતમને માટે [દ્વાર] ઉઘાડવાને ઊઠી; કળના હાથા પર મારા હાથમાંથી બોળ, અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતાં હતાં.


હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો, બન્નેનો નાશ કરીશ. અને હાથીદાંતના મહેલો નાશ પામશે, ને ઘણાં ઘરો પાયમાલ થશે, “એવું યહોવા કહે છે.


અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયો, ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી છોડીને તેને સોના, લોબાન તથા બોળનું નજરાણું કર્યું.


મારા પિતાના ઘરમાં રહેવાનાં ખંડ ઘણા છે, નહિ તો હું તમને કહેત; કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું.


વળી નિકોદેમસ, જે પહેલવહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે સો શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો.


આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું [દુ:ખ] સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan