Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 44:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમારી સહાયથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારાને છૂંદી નાખીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમારી સહાયથી અમે શત્રુઓને પછાડી દઈશું; તમારે નામે અમે હુમલો કરનારાઓને ખૂંદી વળીશું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું; અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 44:5
14 Iomraidhean Croise  

અને કનાનાના દીકરા સિદકિયાએ પોતાને માટે લોઢાનાં શિંગ બનાવીને કહ્યું, “યહોવા આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે.’”


ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું. કેમ કે તે જ અમારા શત્રુઓને છૂંદી નાખશે.


હે યહોવા, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને [ઉત્તરને માટે] હું તાકી રહીશ.


ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહના બચ્ચાને તથા સાપને તું છૂંદી નાખશે.


કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, યહોવા આપણા રાજા છે; તે આપણને તારશે.


મેં તે મેંઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથાં મારતો જોયો. અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું; તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો, ને બડાઈ મારતો હતો.


તેઓ યુદ્ધમાં [પોતાના શત્રુઓને] ગલીઓના કાદવમાં ખૂંદી નાખનાર યોદ્ધાઓ જેવા થશે. તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે; અને ઘોડેસવારો ગભરાઈ જશે.


શાંતિદાતા ઈશ્વર, શેતાનને વહેલો તમારા પગ નીચે છૂંદી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.


તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


Lean sinn:

Sanasan


Sanasan