Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 43:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે, હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને કેમ વેગળો કર્યો છે? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તમે તો મારા સમર્થક છો; તો પછી શા માટે તમે મારી ઉપેક્ષા કરો છો? શા માટે મારા શત્રુઓના જુલમને લીધે હું શોક કરતો ફરું છું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો. તમે મને શા માટે તજી દીધો? દુશ્મનોની ક્રૂરતાને લીધે હું શોક કરતો ફરૂં છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 43:2
17 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે.


યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હ્રદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હ્રદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેમની આભારસ્તુતિ કરીશ.


મારે માટે જે જાળ તેઓએ ગુપ્ત રીતે પાથરી છે તેમાંથી મને કાઢો; કેમ કે તમે મારો આશ્રય છો.


“તારો ઈશ્વર ક્યાં છે?” એમ દરરોજ મને કહીને મારા શત્રુઓ જાણે કે મારાં હાડકાં કચરી નાખતા હોય તેમ મને મહેણાં મારે છે.


ઈશ્વર મારા ખડક છે, તેમને હું કહીશ, “તમે મને કેમ વીસરી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”


પણ હવે તમે અમને દૂર કર્યા છે, તથા ફજેત કર્યા છે; અને અમારાં સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.


વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દો; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરો.


“શું પ્રભુ [આપણને] સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?


મારી જુવાનીના વખતથી હું દુ:ખી તથા મરણતોલ થઈ ગયેલો છું; તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો છું.


યહોવા પોતાના લોકને તજશે નહિ, તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.


યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયા છે; તે મારા ઈશ્વર છે, ને હું તેમની સ્તુતિ કરીશ; તે મારા પિતાના ઈશ્વર છે, ને હું તેમને મોટા માનીશ;


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


મારા વિષે કહેવાશે કે, ‘ફકત યહોવામાં ન્યાયીપણું, તથા સામર્થ્ય છે; લોકો તેમને શરણે આવશે, ને તેમની સામે જેઓને રોષ ચઢયો હતો, તેઓ સર્વ લજવાશે.


હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.


છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


Lean sinn:

Sanasan


Sanasan