Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 43:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર, મને ન્યાય અપાવો, અધર્મી પ્રજા સામે મારા પક્ષમાં દલીલો રજૂ કરો; કપટી અને અન્યાયી માણસોથી મને ઉગારો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો. અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો, તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 43:1
21 Iomraidhean Croise  

કોઈએ દાઉદને કહ્યું, “અહિથોફેલ આબ્શાલોમ સાથેના બંડખોર લોકોમાં છે.” દાઉદે કહ્યું, “હે યહોવા કૃપા કરીને અહિથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો.”


પછી આબ્શાલોમે અહિથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તમારી સલાહ આપો.”


કેમ કે એ લડાઈ તે આખા દેશ પર ફેલાઈ હતી; અને તે દિવસે જેટલા લોકોનો ભક્ષ તરવારે લીધો, તેથી વધારે લોકોનો ભક્ષ જંગલે લીધો.


ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)


હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.


હે યહોવા, મારી સાથે વાદ કરનારની સાથે તમે વાદ કરો; મારી સામે લડનારની સામે તમે લડો.


હે મારા ઈશ્વર યહોવા, ‍ તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો. તેઓને મારા પર આનંદ કરવા ન દો.


જૂઠું બોલનારાઓનો નાશ તમે કરશો; ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે.


કેમ કે પરદેશીઓ મારી સામે ઊઠયા છે, અને જુલમગારો મારો જીવ લેવા મથે છે. તેઓ ઈશ્વરની દરકાર કરતા નથી. (સેલાહ)


લોકોની સભા તમારી આસપાસ ભેગી થાય. તમારા રાજ્યાસન ઉપર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.


યહોવા લોકોનો ન્યાય કરે છે. હે યહોવા, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.


દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.


હે મારા ઈશ્વર, દુષ્ટના હાથમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.


પણ ઈશ્વર છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.


કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.


કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે; તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.


તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.


જો કે હું પોતાને કોઈ પણ વાતમાં દોષિત જાણતો નથી, તોપણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તે પ્રભુ છે.


તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ. દુ:ખો સહન કરીને ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા.


માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો, ને મને તમારા હાથમાંથી છોડાવો.”


Lean sinn:

Sanasan


Sanasan