Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 42:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ; કેમ કે તેમની કૃપાદષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 “હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે? તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે? દેવની મદદ માટે રાહ જો! તેમની કૃપા અને મદદ માટે હું હજી પણ તેમની પ્રાર્થના કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 42:5
28 Iomraidhean Croise  

તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; પરંતુ મારી વર્તણૂક [નિર્દોષ છે એમ] હું તેમની આગળ સાબિત કરીશ.


જાણે તે મારો મિત્ર કે મારો ભાઈ હોય તેમ હું તેની સાથે વર્તતો; પોતાની માને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.


યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.


હું લથડી ગયો છું, હું ઘણો વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું.


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું હું હજી સ્તવન કરીશ.


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, હું બીવાનો નથી. માણસ મને શું કરનાર છે?


જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.


મારું હ્રદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.


પણ હું નિત્ય તમારી આશા રાખીશ, અને તમારું સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ.


હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું પ્રાર્થના કરીને મનન કરું છું, ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. (સેલાહ)


પર્વની રાત્રે જેમ ગાનતાન થાય છે તેમ તમે ગાયન કરશો; અને યહોવાના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.


તમારામાં યહોવાથી બીનાર કોણ છે? તે તેના સેવકનો શબ્દ સાંભળે; જે અંધકારમાં ચાલે છે, ને જેને કંઈ પ્રકાશ નથી, તેણે યહોવાના નામ પર ભરોસો રાખવો, અને પોતાના ઈશ્વર પર આધાર રાખવો.


યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, ને તને શાંતિ આપો.’


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan