Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 41:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે દરિદ્રીની ચિંતા રાખે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 લાચારજનોની કાળજી લેનારાઓને ધન્ય છે; તેઓ સંકટમાં આવી પડે ત્યારે પ્રભુ તેમને ઉગારશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે; સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 41:1
27 Iomraidhean Croise  

તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે, તેનું શિંગ માન સહિત ઊંચું થશે.


ન્યાયી માણસને માથે ઘણાં દુ:ખ આવે છે; પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે.


તેઓને દુર્દશામાં પણ કંઈ શરમાવાનું નથી; દુકાળને સમયે તેઓ તૃપ્ત રહેશે.


આખો દિવસ તે કરુણાથી વર્તે છે, અને ઉછીનું આપે છે. તેનાં સંતાન આશીર્વાદ પામેલાં હોય છે


પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે; પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે.


રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે; પણ શાણો માણસ તેને શાંત પાડશે.


ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, “તેમાં મને કંઈ સુખ નથી” તે નજીક આવ્યા પહેલાં, [તેનું સ્મરણ કર] ;


પણ યહોવા કહે છે, તે દિવસે હું તારો છુટકારો કરીશ. અને જે માણસોથી તું બીએ છે તેઓના હાથમાં તને સોંપવામાં આવશે નહિ.


કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો. પણ હું સદા તમારી સાથે નથી.


કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”


તેઓએ અમારી પાસે એટલું જ માગ્યું કે તમે દરિદ્રીઓને સંભારજો, અને હું પણ એ જ કામ કરવા આતુર હતો.


વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાંની સાથે સહનશીલ થાઓ.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


તેં મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર‌ છે, તેનાથી હું પણ તને બચાવીશ.


ત્યારે તેની સાસુએ તેને કહ્યું, “આજ તેં ક્યાં કણસલાં વીણ્યા? અને તેં ક્યાં કામ કર્યું? જેણે તારા પર કૃપાદષ્ટિ કરી તે આશીર્વાદિત હો.” જેની સાથે પોતે કામ કર્યું હતું તેના વિષે પોતાની સાસુને વિદિત કરતાં તેણે કહ્યું, “જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે.”


Lean sinn:

Sanasan


Sanasan