Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 40:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢયો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેમણે વિનાશના ગર્તમાંથી અને ચીકણા ક્દવમાંથી મને ઉપર ખેંચી લીધો; તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો, તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો, તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા, અને મારા પગલા સ્થિર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 40:2
24 Iomraidhean Croise  

મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ લાગતું હતું; મને સંકટ તથા શોક આવી મળ્યાં હતાં.


તમારા વચન પ્રમાણે મારી પાસે ડગલાં ભરાવો; અને કોઈ પણ અન્યાયને મારા પર ધણીપણું કરવા ન દો.


કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.


મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે, મારા પગ લપસી ગયા નથી.


તમે મારી ચાલવાની જગા ખુલ્લી કરી છે, જેથી મારા પગ સરકી ગયા નથી.


ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, વળી પર્વતોના પાયા ખસી ગયા. તથા હાલ્યા, કેમ કે ઈશ્વર કોપાયમાન હતા.


કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે.


જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે, ત્યારે તે તેનાં પગલાં સ્થિર કરે છે.


મારું હ્રદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.


હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે, જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી; હું ઊંડા પાણીંમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.


તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.


કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે.


જેમ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરવામાં આવે છે, તેમ તેઓને એકત્ર કરવામાં આવશે, ને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે, અને ઘણા દિવસ પછી તેઓનો ન્યાય કરવામાં આવશે.


તારે વિષે પણ [પ્રભુ આ પ્રમાણે કહે છે,] “તારી સાથે [કરેલા] કરારના રક્તને લીધે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મોકલી દીધા છે.


અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”


તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું.


Lean sinn:

Sanasan


Sanasan