Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ; કેમ કે, હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તમે મને સલામત રાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હું પથારીમાં પડું છું અને શાંતિપૂર્વક ઊંઘી જાઉં છું, કારણ, હે પ્રભુ, એકલા તમે જ મને સલામત રાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ; હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 4:8
16 Iomraidhean Croise  

તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.


હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો; કેમ કે યહોવા મારું રક્ષણ કરે છે.


સૂતી વેળાએ તને ડર લાગશે નહિ; અને તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે.


અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.


હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ, ને ભૂંડા હિંસક પ્રાણીઓનો દેશમાંથી અંત લાવીશ. તેઓ અરણ્યમાં નિર્ભય રહેશે, ને જંગલોમાં ઊંઘશે.


તે દિવસે હું તેઓને માટે વનચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીશ; અને હું દેશમાંથી ધનુષ્ય તરવાર તથા યુદ્ધનું ખંડન કરીશ, ને તેઓને નિર્ભયપણે સુવાડીશ.


અને તમારી કાપણી દ્રાક્ષોની તોડણી વાવવાના વખત સુધી પહોંચશે, અને ધરાતાં સુધી તમે તમારી રોટલી ખાશો, ને તમારા દેશમાં સહીસલામત વસશો.


પણ જ્યારે તમે યર્દનની પાર જઈને જે દેશનો વારસો યહોવા તમારા ઈશ્વર તમને આપવાના છે તેમાં વસો, ને તે તમારા સર્વ શત્રુઓથી તમને ચારે તરફ એવી નિરાંત આપે કે તમે સહીસલામત રહો;


આપણે જાગીએ કે ઊંઘીએ તો તેમની સાથે જીવીએ, એ માટે તે આપણે માટે મરણ પામ્યા.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan