Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઘણા માણસો આવી પ્રાર્થના કરે છે: “હે પ્રભુ, અમને અઢળક આશિષ આપો, હે પ્રભુ, અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 4:6
20 Iomraidhean Croise  

તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા વિધિઓ મને શીખવો.


કેમ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તમારી હજૂરમાં તેને આનંદ પમાડો છો.


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ; કેમ કે તેમની કૃપાદષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, અને તેમના મુખનો પ્રકાશ અમારા પર પાડો. (સેલાહ)


હે સૈન્યોના ઈશ્વર યહોવા, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


હે સૈન્યોના ઈશ્વર; અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


આનંદદાયક નાદને જાણનાર લોકોને ધન્ય છે; હે યહોવા, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.


જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ [શા માટે ખરચી નાખો છો?] કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.


તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ બિરાજશે, ને તે લેવીના પુત્રોને શુદ્ધ કરીને ચોખ્ખા સોનારૂપા જેવા કરશે; અને તેઓ યહોવાને ન્યાયીપણાથી અર્પણો ચઢાવશે.


યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, ને તને શાંતિ આપો.’


હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.’


એક‍ શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગનાં મુલાયમ વસ્‍ત્રો પહેરતો હતો, અને નિત્ય દબદબાસહિત મોજમઝા મારતો હતો.


તેઓ લોકોને પર્વત પર બોલાવશે, ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞચઢાવશે: કેમ કે તેઓ સમુદ્રોમાંની પુષ્કળતાને, તથા રેતીમાંના ગુપ્ત ભંડારોને ચૂસશે.”


હવે ચાલો, તમે કહો છો, “આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં એક વર્ષભર રહીશું, અને વેપાર કરીને કમાણી કરીશું.”


Lean sinn:

Sanasan


Sanasan