Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 4:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ન્યાયીપણાના યજ્ઞો ચઢાવો, અને યહોવા પર ભરોસો રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 યોગ્ય બલિદાનોનું અર્પણ ચડાવો અને પ્રભુ પર ભરોસો રાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો, અને યહોવા પર ભરોસો રાખો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 4:5
19 Iomraidhean Croise  

આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહિથોફેલ ગીલોનીને તેના નગરથી એટલે ગીલો નગરથી તેડાવ્યો. અને બંડ ભારે થયું; કેમ કે આબ્‍શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.


પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે, તે બધાને ધન્ય છે!


હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.


યહોવા પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ,


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


ત્યારે ન્યાયીપણાના યજ્ઞોથી, દહનીયાર્પણ તથા સકળ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.


હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો; તેમની આગળ તમારું હ્રદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે.


“શું પ્રભુ [આપણને] સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?


તમારામાં યહોવાથી બીનાર કોણ છે? તે તેના સેવકનો શબ્દ સાંભળે; જે અંધકારમાં ચાલે છે, ને જેને કંઈ પ્રકાશ નથી, તેણે યહોવાના નામ પર ભરોસો રાખવો, અને પોતાના ઈશ્વર પર આધાર રાખવો.


કેમ કે હું યહોવા ઇનસાફ ચાહું છું, અન્યાયથી કરેલી લૂંટફાટનો હું ધિક્કાર કરું છું; હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ, ને તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.


વળી તમે આંધળા [જાનવર] નું બલિદાન આપો છો, [ને વળી કહો છો કે] ‘એમાં કંઈ ખોટું નથી.’ તમે લંગડા તથા રોગિષ્ઠ [જાનવર] નું બલિદાન આપો છો, [ને વળી કહો છો કે] ‘એમાં કંઈ ખોટું નથી’. ત્યારે વારુ, તારા સૂબાને એવા [જાનવર] ની ભેટ કર; એથી તે તારા પર પ્રસન્ન થશે? અથવા શું તે તારો સત્કાર કરશે?” એમ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે, ‘મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે.’


તેઓ લોકોને પર્વત પર બોલાવશે, ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞચઢાવશે: કેમ કે તેઓ સમુદ્રોમાંની પુષ્કળતાને, તથા રેતીમાંના ગુપ્ત ભંડારોને ચૂસશે.”


માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખસહન કરે છે, તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્‍ન કરનારને સોંપી દે.


Lean sinn:

Sanasan


Sanasan