Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 4:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, હું વિનંતી કરું ત્યારે તમે મને ઉત્તર આપજો. સંકટને વખતે તમે મને છોડાવ્યો છે; મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર, મારા સમર્થક, હું પોકારું ત્યારે મને ઉત્તર આપો. હું ભીંસમાં આવી પડયો ત્યારે તમે મને તેમાંથી મુક્ત કર્યો, હવે મારા પર દયા કરો અને મારી પ્રાર્થના સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે, મને ઉત્તર આપજો, મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો, મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 4:1
35 Iomraidhean Croise  

તે તને સંકટમાંથી [કાઢીને] સંકડાશ વગરની બહોળી જગામાં દોરી જાત; અને તારી મેજ પર પીરસેલું મિષ્ટાન્ન પુષ્કળ હોત.


કેમ કે યહોવા ન્યાયી છે; તે‍ ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે.


હે યહોવા, ખરેખર, હું તમારો દાસ છું; તમારો જ દાસ, તમારી દાસીનો દીકરો છું; તમે મારાં બંધન છોડ્યાં છે.


યહોવા ભોળાનું રક્ષણ કરે છે. હું છેક લાચાર બની ગયો હતો, અને તેમણે મને બચાવ્યો.


જેમ તમારા નામ પર પ્રેમ રાખનારાની સાથે તમે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.


તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો; કેમ કે તમારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાયી ઠરશે નહિ.


મેં તમને વિનંતી કરી છે, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો. મારી તરફ કાન ધરો, અને મારું બોલવું સાંભળો.


હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને [તમે એટલે] દૂર કેમ રહો છો?


તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને પોતાના તારણના ઈશ્વરથી ન્યાયીપણું પામશે.


તમે મારી તરફ ફરો, ને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.


અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે.


તમે મને મારા નિર્દોષપણામાં સ્થિર રાખો છો. અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો.


જેમ પાણીનાં નાળાંને માટે હરણ તલપે છે; તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.


મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.


હે ઈશ્વર, તમે મારા પર દયા કરો; કેમ કે માણસ તો મને ગળી જાય; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.


હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; [આ] વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.


હે યહોવા, તમારા કોપમાં મને ન ધમકાવો, અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.


ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, અને તેમના મુખનો પ્રકાશ અમારા પર પાડો. (સેલાહ)


યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.


મારા વિષે કહેવાશે કે, ‘ફકત યહોવામાં ન્યાયીપણું, તથા સામર્થ્ય છે; લોકો તેમને શરણે આવશે, ને તેમની સામે જેઓને રોષ ચઢયો હતો, તેઓ સર્વ લજવાશે.


તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”


પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના [પગ] જેવા ચપળ કરે છે, ને મને મારામ ઉચ્ચસ્થાનો પર ચલાવશે. (મુખ્ય ગવૈયાને માટે, તારવાળાં વાજિંત્ર સાથે [ગાવાને].)


પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.


તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે.


કેમ કે, ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. એ [વિપત્તિ] અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમે અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી.


દાઉદે કહ્યું, “જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે.” પછી શાઉલે દાઉદને કહ્યું, “જા, યહોવા તારી સાથે હોજો.”


Lean sinn:

Sanasan


Sanasan