Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 39:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમે મારા દિવસ મૂઠીભર કર્યા છે! મારું આયુષ્ય તમારી આગળ શૂન્ય જેવું છે; ખરેખર, ઉચ્ચ સ્થિતિનું માણસ પણ વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમે મારા આયુષ્યના દિવસો વેંત જેટલા ટૂંકા કર્યા છે; તમારી દષ્ટિમાં મારું આયુષ્ય શૂન્ય જેવું છે; સાચે જ પ્રત્યેક મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી. ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે! મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી. પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 39:5
17 Iomraidhean Croise  

અને યાકૂબે ફારુનને કહ્યું, “મારા પ્રવાસના દિવસ એકસો ત્રીસ વર્ષ થયા છે. મારી વયના દિવસ જેટલા નથી થયા.”


બાર્ઝિલ્લાયે રાજાને કહ્યું, “મારી જિંદગીના વર્ષના કેટલા દિવસ રહ્યા છે કે હું રાજાની સાથે યરુશાલેમ આવું?


મારા દિવસ વણકરના કાંઠલા કરતાં વધારે વેગવાળા છે, અને આશા વિના વહી જાય છે.


માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો નમી જતી છાયાના જેવા છે.


તમે માણસને તેના અન્યાયને કારણે ઠપકાથી શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક માણસ વ્યર્થ છે. (સેલાહ)


ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે, અને ઊંચ પંક્તિના માણસો જૂઠા છે; તોળતી વેળાએ તેમનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકાં છે.


મારું આયુષ્ય કેટલું ટૂંકું છે, તે સંભારો; તમે માણસજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!


તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હ્રદય પ્રાપ્ત થાય.


સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા : વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે.


ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતાં તે પર, અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉતર મેન કંઈ લાભ જણાયો નહિ.


સર્વ પ્રજાઓ પ્રભુની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને શૂન્યરૂપ તથા નહિ જેવી ગણી છે.


તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે.


પણ, વહાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે, પ્રભુની નજરમાં એક દિવસ હજાર વરસોના જેવો, અને હજાર વરસો એક દિવસના જેવાં છે.


Lean sinn:

Sanasan


Sanasan