Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 39:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી અરજ પર કાન ધરો; મારાં આંસુ જોઈને ચૂપ બેસી ન રહો; કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું, મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; મારાં આંસુ જોઈને! શાંત બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો. મારા આંસુઓની અવગણના ન કરશો, આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું, મારા પિતૃઓની જેમ હું અહી એક કામચલાઉ વતની છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 39:12
19 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ બહુ દિવસ સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યો.


અને યાકૂબે ફારુનને કહ્યું, “મારા પ્રવાસના દિવસ એકસો ત્રીસ વર્ષ થયા છે. મારી વયના દિવસ જેટલા નથી થયા.”


કદાચ યહોવા મારા પર શિમઈ આજે મને આપે છે તેનો સારો બદલો યહોવા મને આપશે.”


“તું પાછો જઈને મારા લોકના અધિકારી હિઝકિયાને કહે કે, ’તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારાં આંસુ મેં જોયા છે. જો, હું તને સાજો કરીશ. અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જશે.


અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે.


જો કે હું નાશ પામતી સડેલી વસ્તુના જેવો તથા ઊધઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું, તો પણ.


મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે; પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુઓ રેડે છે;


હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, અને મારા પોકારને તમારી પાસે આવવા દો.


મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ લાગતું હતું; મને સંકટ તથા શોક આવી મળ્યાં હતાં.


હું તો પૃથ્વી પર મુસાફર છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો


તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારાં ગીત થયાં છે.


તમે મારી રખડામણો ગણો છો; મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?


અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે; અમે નિસાસાની જેમ અમારાં વર્ષો પૂરાં કરીએ છીએ.


અને જમીન સદાને માટે વેચાય નહિ; કેમ કે જમીન મારી જ છે; કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો.


માટે અમે સદા હિંમતવાન છીએ, અને એવું જાણીએ છીએ કે, શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ.


એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યાં, તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું, ને પોતાના વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.


તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો.


વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan