Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 38:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે; અને જેઓ મને ઉપદ્રવ કરવા મથે છે તેઓ હાનિકારક વાતો બોલે છે, અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 મારો જીવ લેવા ઇચ્છનારાઓ મારે માટે જાળ બિછાવે છે; મને હાનિ પહોંચાડવા મથનારા મને મારી નાખવાની ધમકી આપે છે, તેઓ આખો દિવસ કપટી યોજનાઓ ઘડયા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે. જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે, મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 38:12
18 Iomraidhean Croise  

તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે, અને મારા ઓળખીતાઓ મારાથી છેક અજાણ્યા થઈ ગયા છે.


સિંહ જેમ ગુફામાં છુપાઈ રહે છે‍ તેમ તે ગુપ્ત જગામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે. તે દીનને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.


દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે; તોપણ હું તમારાં શાસનો મૂકીને ભમી ગયો નથી.


ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)


તેઓએ જે પાશ મારે માટે નાખ્યા છે તેઓથી, અને દુષ્ટ માણસોની જાળથી, મને બચાવો.


સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે. હું ફૂટેલા વાસણ જેવો છું.


કેમ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, ‍ પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.


જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઈને આબરૂહીન થાઓ; જેઓ મારું નુકસાન તાકે છે તેઓ પાછા હઠો અને વીલા પડો.


મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલે છે. [ને કહે છે કે,] “તે ક્યારે મરશે, અને તેના નામનો નાશ ક્યારે થશે?”


કેમ કે પરદેશીઓ મારી સામે ઊઠયા છે, અને જુલમગારો મારો જીવ લેવા મથે છે. તેઓ ઈશ્વરની દરકાર કરતા નથી. (સેલાહ)


કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.


દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે, તમારી આગળ મેં મારા હાથ જોડ્યા છે.


દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્‍કાર કરે છે; અને તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે વિનંતી કરતો કરતો તેઓની પાછળ દોડે છે, પણ તેઓ લોપ થઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan