Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 37:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 દુષ્ટ ન્યાયીને તાકી રહે છે, અને તેને મારી નાખવાને લાગ શોધે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 દુષ્ટ નેકજનની જાસૂસી કરે છે; તે તેની હત્યા કરવાનો લાગ શોધે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 37:32
18 Iomraidhean Croise  

અને તેનો પતિ ઘેર આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્‍ત્ર પોતાની પાસે રાખ્યું.


રાજાએ કહ્યું, “જઈને જુઓ કે, તે પ્રબોધક ક્યાં છે કે, હું માણસ મોકલીને તેને પકડી મંગાવું.” અને તેને એવી ખબર મળી કે, જો, તે દોથાનમાં છે.


દુષ્ટો ન્યાયીની વિરુદ્ધ કુયુક્તિ રચે છે, અને તેની સામે પોતાના દાંત પીસે છે.


શું તેઓ અન્યાય કરીને બચી જશે? હે ઈશ્વર, તમે કોપ કરીને તેને પાડી નાખો.


હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ;


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા ન કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી ન નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.”


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


ત્યારે એ માણસોએ કહ્યું, “જો તેના ઈશ્વરના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત ન મળે, તો આપણને આ દાનિયેલની વિરુદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નથી.”


તેમના મોંમાંથી કંઈ વાત પકડી લેવા માટે તેઓ ટાંપી રહ્યા.


ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘેર વિશ્રામવારે તે રોટલી ખાવા ગયા, ત્યારે તેઓ તેમના પર તાકી રહ્યા હતા.


તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ માટે કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે.


વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ તાકી રહ્યા હતા, એ માટે કે તેમના પર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે.


પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા માટે રાતદિવસ દરવાજાઓની પણ ચોકી કરી;


અને શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે ચોંટાડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ શાઉલની હજૂરમાંથી તે છટકી ગયો, ને તેનો મારેલો ભાલો ભીતમાં ચોંટી ગયો. દાઉદ નાસીને તે રાતે બચી ગયો.


દાઉદ રાનમાં મજબૂત ગઢોમાં વસ્યો, ને ઝીફના રાનમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ દરરોજ તેના હાથમાં સોંપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan