Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 37:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓની તરવાર તેમના પોતાના હ્રદયને વાગશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પરંતુ દુષ્ટોની તલવારો તેમનાં પોતાનાં જ હૃદયોને વીંધી નાખશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે; અને તેઓનાઁ ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 37:15
18 Iomraidhean Croise  

અને અહિથોફેલે જોયું કે, ‘મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ’ ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના નગરમાં પોતને ઘેર ગયો, ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો.


બીજા જે યહૂદીઓ રાજાના પ્રાંતોમાં હતા, તેઓ એકઠા થઈને પોતાના જીવ બચાવવા માટે સામા થયા, પોતાના શત્રુઓ ઉપર તેઓએ વેર વાળ્યું, અને તેઓમાંના પંચોતેર હજારને તેઓએ મારી નાખ્યા; પણ લૂટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.


કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી, અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો, તથા શોકને બદલે હર્ખનો, થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના તથા આનંદના, અને એકબીજા પર ભેટો મોકલવાના, અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા.”


યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેમના પર ભરોસો રાખનારાઓમાંથી એકે દોષિત ઠરશે નહિ.


તેના પર ઓચિંતો સંહાર આવી પડો; અને તેના સંતાડેલા ફાંદામાં તે પોતે સપડાઈ જાઓ; તેમાં પડીને તેનો સંહાર થાઓ.


છાના રહો, [નિશ્ચે] જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ. હું પૃથ્વીમાં મોટો મનાઈશ.


તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.


તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામેલેખે તથા શારેસેરે તેને તરવારથી મારી નાખ્યો; અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદોને તેની જગ્યાએ રાજ કર્યું.


કેમ કે તેના પર, એટલે બાબિલ પર, વિનાશક આવ્યો છે, તેના શૂરવીરો પકડાયા છે, ને તેઓનાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવ્યાં છે, કેમ કે યહોવા તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે, તે ખચીત બદલો લેશે.


તે દિવસે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્‍એલની ખીણમાં ભાંગી નાખીશ.”


તે દિવસે હું તેઓને માટે વનચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીશ; અને હું દેશમાંથી ધનુષ્ય તરવાર તથા યુદ્ધનું ખંડન કરીશ, ને તેઓને નિર્ભયપણે સુવાડીશ.


તેઓ આશૂર દેશને તરવારથી તથા નિમ્રોદના દેશને તેના નાકામાં ઉજ્‍જડ કરી મૂકશે. અને જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવીને આપણી હદમાં ફરશે, ત્યારે તે તેના હાથમાંથી આપણને છોડાવશે.


પરાક્રમી પુરુષોનાં ધનુષ્યો ભાંગી નંખાયાં છે, અને લથડિયાં ખાનારા બળથી વેષ્ટિત કરાયા છે.


ત્યારે શાઉલે પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “તારી તરવાર તાણીને મને વીંધી નાખ, રખેને આ બેસુન્‍નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે.” પણ તેના શસ્‍ત્રવાહકે એમ કરવાની ના પાડી. કેમ કે તે ઘણો બીધો, ત્યારે શાઉલે પોતાની તરવાર લઈને તે પર પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan