Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 37:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ટૂંક સમયમાં જ દુષ્ટો હતા ન હતા થઈ જશે, તું તેમને ખંતથી શોધશે, પણ તેમનું નામનિશાન જડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે. તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 37:10
25 Iomraidhean Croise  

પછી [યેહૂએ] પોતાના સરદાર બિદકારને કહ્યું, “તેને ઉઠાવીને યિઝ્એલી નાબોથના ખેતરના વાંટામાં નાખ; કેમ કે જ્યારે હું ને તું સાથે સાથે તેના પિતા આહાબ પાછળ સવારી કરતા હતા, ત્યારે યહોવાએ તેની વિરુદ્ધ ઈશ્વરવાણી ઉચ્ચારી હતી તે યાદ કર:


એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને જ ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.


પણ માણસ મરે છે, અને ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે, અને તે ક્યાં છે?


દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?


તેઓ ઉચ્ચ પદવીએ ચઢે છે; પણ થોડી મુદતમાં તેઓ નષ્ટ થઈ જાય છે. હા, તેઓને અધમ સ્થિતિમાં લાવવામાં આવે છે, બીજા બધાની માફક તેઓ મરે છે, અને ધાન્યનાં કણસલાંની જેમ તેઓ કપાઈ જાય છે.


તે પોતાને ઘેર ફરી કદી આવશે નહિ, અને હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.


અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


કેમ કે વા તેના પર થઈને વાય છે, અને તે હતું ન હતું થઈ જાય છે; અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.


કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.


ઈશ્વર તારું સત્યાનાશ વાળશે, તને પકડીને તે તને તારા તંબુમાંથી ખેંચી કાઢશે, અને પૃથ્વીમાંથી તને ઉખેડી નાખશે. (સેલાહ)


દુષ્ટનું ઘર પાયમાલ થશે; પણ પ્રામાણિકનો તંબુ આબાદ રહેશે.


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


Lean sinn:

Sanasan


Sanasan